ભાવનગર જિલ્લો થયો કોરોનામુક્ત થયો, હવે એકપણ એકટિવ કેસ નહીં

484

અંતિમ એક્ટિવ કેસના દર્દીના આજે હોસ્પિટલમાંથી રજા આપવામા આવી
ભાવનગર,તા.૪
ભાવનગર જિલ્લો કોરોના મૂકત થયો છે., આજે સતત છઠા દિવસે પણ જિલ્લામાં કોરોનાનો નવો એકપણ કેસ નોંધાયો નથી. સૌથી મોટી રાહતની વાત એ છે કે, ભાવનગરમાં હવે કોરોનાનો એક પણ કેસ નથી રહ્યો. જે એક એક્ટિવ કેસ હતો તેને આજે રજા આપી દેવામા આવી છે. ભાવનગર જિલ્લામાં આજરોજ એકપણ નવો કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૨૧ હજાર ૪૨૭ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં એકપણ કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ નોંધાયો નહીં. જ્યારે ગ્રામ્ય એકપણ કોરોના રિપોર્ટ પોઝીટીવ કેસ નોંધાયો નથી. આમ છઠા દિવસે પણ કોરોનાનો એકપણ કેસ ન નોંધાતા રાહત થઈ હતી. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૨૧ હજાર ૪૨૭ કેસ પૈકી હાલ હવે એકપણ દર્દી સારવાર હેઠળ રહ્યા નથી. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૨૯૭ દર્દીઓનું અવસાન થયું છે.

Previous articleવડોદરાની સયાજી હોસ્પિ.ના મેડિકલ સ્ટોરમાં ચોરી કરી તસ્કરો ફરાર
Next articleપાંચ વર્ષના પ્રજાલક્ષી સેવા યજ્ઞનો પાંચમો દિવસ, ભાવનગર ખાતે ‘ખેડૂત સન્માન દિવસ’ની ઉજવણી કરાઇ