એકાઉન્ટીંગ આઉટસોર્સિંગ મલ્ટીનેશનલ કંપની QX દ્વારા ગુજરાતમાં ૧૦૦૦ કર્મચારીની નિમણુંક કરી

939
guj1942018-2.jpg

યુ.કે. સ્થિત મલ્ટીનેશનલ એકાઉન્ટીંગ આઉટસોર્સિંગ સર્વિસીસ જાયન્ટ ઊઠર્ય્ઙ્મહ્વટ્ઠઙ્મ જીીદૃિૈષ્ઠીજ ન્ન્ઁ. દ્વારા ગુજરાતમાં ૧,૦૦૦માં કર્મચારીને નિમણુંક આપવાની સિધ્ધિ હાંસલ કરાઈ છે અને તેના પરિણામે બ્રિટીશ હાઈ કમિશ્નર તરફથી સર્ટીફીકેટ ઓફ એકસેલન્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ૧૦૦૦માં કર્મચારીની સિધ્ધિ માર્ચ, ર૦૧૮માં હાંસલ કરવામાં આવી છે. આ પ્રસંગે બ્રિટીશ ડેપ્યુટી હાઈ કમિશ્નર જ્યોફ વેઈન હાજર રહ્યાં હતા અને કંપનીની સિધ્ધિને બિરદાવી હતી.
મિડીયાને સંબોધન કરતા વેઈને જણાવ્યું હતું કે, ખૂબ જ ટુંકા ગાળામાં અદ્દભૂત વિકાસ હાંસલ કરવો તે ખૂબ જ પ્રસંશાપાત્ર બાબત છે. કંપની નવી ઉંચાઈઓ તો હાંસલ કરી જ રહી છે, પણ સાથે સાથે ગુજરાતના કુશળ લોકોને કૌશલ્ય આધારિત તકો પુરી પાડી રહી છે.
કયુએકસ હાઈ ક્વોલીટી નોલેજ આધારિત સર્વિસીસ પુરી પાડી રહી છે અને તેનું ગુજરાતની બેસ્ટ કેપીઓ કંપની તરીકે બહુમાન કરવામાં આવેલું છે. એવોર્ડ સ્વિકારતા કયુએકસના ચેરમેન ક્રિસ રોબિન્સને જણાવ્યું હતું કે, ૧પ વર્ષ પહેલા કયુએકસ દ્વારા ગુજરાતની પ્રથમ કેપીઓ કંપની તરીકે પ કર્મચારીઓથી શરૂઆત કરવામાં આવી હતી અને આજે ૧૦૦૦+ કર્મચારીઓની સિધ્ધિ હાંસલ કરી છે. અમો આ મજલ દરમ્યાન બ્રિટીશ હાઈ કમિશનના તેમના સતત સહયોગ અને માર્ગદર્શન બદલ આભારી છીએ.
કયુએકસની ભવિષ્યની વિસ્તરણ યોજના અંગે વધુ વિગત આપતા રોબિન્સને જણાવ્યું કે, આગામી ૩ વર્ષમાં અમે ક્યુએક્સ ૩.૦ અથવા તો ૩,૦૦૦ કર્મચારીઓનો લક્ષ્યાંક હાંસલ કરવા માંગીએ છીએ. કંપની ગુજરાતમાં તેમની કામગીરીનો ભૌગોલિક વ્યાપ વિસ્તારીને સુરત અને રાજકોટ જેવા ગુજરાતના અન્ય ભાગોમાં ડિલીવરી સેન્ટર્સ સ્થાપવાની સાથે સાથે વડોદરામાં હાલની કામગીરી વિસ્તારવાનું આયોજન કરી રહી છે.
મિડીયાને સંબોધન કરતા સીઈઓ સુમિત ગોસ્વામી અને ગ્રુપ સીઓઓ પરસી પોસ્ટવાલાએ જણાવ્યું હતું કે, વિકાસનો હવે પછીનો તબક્કો સંસ્થાની અંદર તેમજ અમારા ક્લાયન્ટસને સર્વિસી બાબતે ટેકનોલોજી આધારિત રહેશે. એનો અર્થ એ કે મેન્યુઅલ પ્રક્રિયાનું ડિજીટાઈઝેશન, પ્રોસેસિસનું ઓટોમેશન, સ્ટાન્ડર્ડાઇઝેશન તથા રોબોટિક પ્રોસેસ ઓટોમેશન (આરપીએ) તથા આર્ટીફીશીયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)નો ઉપયોગ કરવામાં આવશે.

Previous articleવિજપડી ગામે યુવા ભાજપ દ્વારા સફાઈ અભિયાન
Next articleદામનગર ખાતે પરશુરામ જયંતિ નિમિત્તે વિશાળ શોભાયાત્રા નિકળી