શશી થરુરે સરકારના વેક્સિનેશન અભિયાનના ભરપેટ વખાણ કર્યા

104

ન્યુ દિલ્હી,તા.૮
કોરોના સંક્રમણની સંભવિત ત્રીજી લહેર વચ્ચે દેશમાં ઝડપી રસીકરણની કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં દેશભરમાં ૫૦ કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા આ અભિયાનની હવે કોંગ્રેસના નેતા શશી થરૂરે પ્રશંસા કરી છે. કોરોના રસીકરણ કાર્યક્રમ માટે કેન્દ્ર સરકારે શરૂ કરેલા કોવિન(Cowin)ના ટીકાકારોમાંના એક કોંગ્રેસના નેતા શશી થરૂરે હવે તેમની તરફેણ કરી છે. કોંગ્રેસી નેતાએ ટ્‌વીટ કર્યું કે જ્યારે પણ કેન્દ્ર સરકાર કંઇક સારું કરે છે ત્યારે હું હંમેશા તેના વખાણ કરું છું અને તેમના સારા કામની પ્રશંસા કરું છું. હું સરકારની#Cowinનો મોટો આલોચક રહ્યો છું પણ હું કહેવા માંગુ છું કે તેઓએ કેટલીક વસ્તુઓ ખૂબ સારી રીતે કરી છે. જો તમે @WhatsApp નંબર ૯૦૧૩૧ ૫૧૫૧૫ પર મેસેજ કરો છો તો તમને OTP મળશે. જે પછી તમે તમારું રસીકરણ પ્રમાણપત્ર મેળવી શકો છો. તે એકદમ સરળ અને ઝડપી છે. તમને જણાવી દઈએ કે બે દિવસ પહેલા ભારતે ૫૦ કરોડ લોકોને કોરોનાની રસી આપવાનો આંકડો પૂરો કર્યો છે. આ ખાસ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોરાના રોગચાળા સામે ભારતની લડાઈ નવી ઉંચાઈએ પહોંચી છે. રસીકરણની બાબતમાં દેશ હવે ૫૦ કરોડનો આંકડો પાર કરી ગયો છે.

Previous articleલાલુ પરિવારમાં ડખ્ખાઃ તેજ પ્રતાપના પોસ્ટરમાંથી તેજસ્વીની તસ્વિર ગાયબ
Next articleયેદિયુરપ્પાને રાજ્યના કેબિનેટ મંત્રીને મળતી તમામ સુવિધાઓ મળતી રહેશે