ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપડા આજે ભારત પાછા આવશે

131

ન્યુ દિલ્હી,તા.૮
ટોક્યો ઓલંપિકમાં જૈવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીતીને દેશનો ઝંડો ઉંચો કરનારા સ્ટાર જૈવલિન થ્રોઅર નીરજ ચોપડા આજે ભારત પાછા આવશે. નીરજ ચોપડાએ જૈવલિન થ્રોની ફાઈનલમાં ૮૭.૫૮ મીટર દૂર ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ દેશના નામે કરાવ્યો છે. નીરજ ચોપડાએ બીજા થ્રોમાં જ આ અંતર નક્કી કરી લીધું હતું. નીરજ ભારત પાછા આવી રહ્યા છે, ત્યારે હવે તેમના સ્વાગતને લઈને જોરદાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. નીરજ ચોપડા આજે (સોમવાર) સાંજે લગભગ સવા પાંચ કલાકે એર ઈન્ડિયાની ફ્લાઈટથી દિલ્હીના ઈંદિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચી જશે. અહીંથી નીરજ સીધા દિલ્હી કૈંટ વિસ્તારામાં આવેલા રાજરીફ સ્પોર્ટ્‌સ સેન્ટર જશે. અહીં તેમના સ્વાગતની જોરદાર તૈયારીઓ થઈ રહી છે. જ્યાં એક કાર્યક્રમ પણ યોજાશે. નીરજ ચોપડા એકમાત્ર ખેલાડી છે. જે થ્રો ૮૭ મીટર ઉપર ફેંક્યો હતો. ચેક રિપબ્લિકના જાકુબ વૈડેલીચ ૮૬.૬૭ મીટર અને વિતેસ્લાવ વેસલી ૮૫.૪૪ મીટરના અંતર સાથે બીજા અને ત્રીજા નંબરે રહ્યા હતા. ભારતીય એથ્લીટ નીરજ ચોપરાએ જાપાનમાં રમાઈ રહેલી ઓલિમ્પિક ગેમ્સમાં શનિવારે જેવલિન થ્રો ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. ૧૨૧ વર્ષમાં ટ્રેક એન્ડ ફિલ્ડમાંથી ભારતીય ઓલિમ્પિકના ઇતિહાસમાં આ પહેલો મેડલ છે. નીરજ ચોપરાના ગોલ્ડ મેડલ જીત્યા બાદ સમગ્ર દેશમાં ખુશીની લહેર છે. લોકો સો.મીડિયા પર નીરજ અને તેના પરિવારને અભિનંદન આપી રહ્યા છે. હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે નીરજને ગોલ્ડ જીતવાના સમાચાર મળતા જ ખુશીથી નાચવાનું શરૂ કર્યું. અનિલ વિજ અને તેના સાથીઓનો ખુશીમાં નાચતો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં અનિલ વિજ જોરજોરથી નીરજ-નીરજ પોકાર કરી રહ્યાં છે અને ભાંગડા કરવામાં વ્યસ્ત છે. હરિયાણા સરકારે નીરજને ૬ કરોડ રૂપિયા અને વર્ગ -૧ ની નોકરી આપવાની જાહેરાત કરી છે. નીરજે પહેલા પ્રયાસમાં ૮૭.૦૩ મીટર ફેંક્યા હતા, જ્યારે બીજા પ્રયાસમાં તે ૮૭.૫૮ મીટર હતા. આ સાથે તેમનો ગોલ્ડ મેડલ લગભગ નિશ્ચિત હતો, કારણ કે તે બંને રાઉન્ડમાં ટોચ પર હતો. નીરજને તેમની જીત માટે અભિનંદન આપતા સીએમ મનોહરલાલ ખટ્ટરે કહ્યું, રાષ્ટ્ર લાંબા સમયથી આ ક્ષણની રાહ જોઈ રહ્યો હતો અને સમગ્ર રાષ્ટ્રને તેના પર ગર્વ છે. આ પહેલા મનોહરલાલ ખટ્ટરે બરછી ફેંકવાની ફાઇનલ જોતી પોતાની તસવીર ટ્‌વીટ કરી હતી.

Previous articleભારતના બિઝનેસમેન આનંદ મહિન્દ્રા નીરજ ચોપડાને એક્સયુવી૭૦૦ની ભેટ આપશે
Next articleનીરજ ચોપડાએ મિલ્ખા સિંહને સમર્પિત કર્યો મેડલ, જીવ મિલ્ખા સિંહે ભાવુક થઈ કહી આ વાત