નિરવ મોદીને રાહતઃ લંડન હાઇકોર્ટે પ્રત્યર્પણ વિરુદ્ધ અપીલને મંજૂરી આપી

377

લંડન,તા.૯
ભારતીય બેંકોના હજારો કરોડ રૂપિયાની છેતરપિંડી કર્યા બાદ ફરાર થયેલ હીરા વેપારી નીરવ મોદીને લંડનની હાઈકોર્ટમાં રાહત મળી છે. કોર્ટે મોજીને ભારત પ્રત્યાર્પણ કરવા માટેના મેજિસ્ટ્રેટ કોર્ટના નિર્ણયની સામે અપીલની મંજૂરી આપી દીધી છે. મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશમાં મોદીની સામે છેતરપિંડી અને મની લોન્ડરીંગના આરોપોની સુનાવણી ભારતીય કોર્ટમાં કરવા માટે પ્રત્યાર્પણની મંજૂરી આપી હતી. જે બાદ મોદીની કાનૂની ટીમે હાઈકોર્ટમાં તેની માનિસક હેલ્થનો હવાલો આપતાં કોર્ટમાં અપીલ કરી હતી. તેના જવાબમાં નિર્ણય સંભળાવતા જસ્ટિન માર્ટિન શેંબરલેને માન્યું કે, ગંભીર હતાશા અને આપઘાતના ભારે જોખમની દલીલો ઠોસ છે. તેઓએ કહ્યું કે, તેમની સામે હવે એ સવાલ છે કે મોદીની અપીલ સાંભળી શકાઈ છેક કે નહીં, મારા હિસાબથી સાંભળી શકાય છે.એટલે અપીલ કરવાની મંજુરી આપવામાં આવી છે. જો કે તેઓએ ફક્ત માનસિક હેલ્થના આધાર પર અપીલની મંજૂરી છે અને બાદી તમામ દલીલોને ફગાવી દેવામાં આવી હતી. હવે લંડનની હાઈકોર્ટમાં મામલાની સુનાવણી થશે. કોરોનાને કારણે કોર્ટની કાર્યવાહી ઓનલાઈન થઈ હતી. ઉલ્લેખનીય છે કે ભારત ન આવવા માટે નીરવ મોદી મરણિયો પ્રયાસ કરી રહ્યો છે. જો કે હાઈકોર્ટનો આદેશ નીરવ મોદી માટે એક રાહતના સમાચાર છે.

Previous articleદિલ્હી-લંડન ફ્લાઇટ ટિકિટની કિંમત અધધ…૫ લાખ રુપિયા…!!!!
Next articleબિગ બોસ ઓટીટી શોમાં શમિતા શેટ્ટીની એન્ટ્રી, લોકો થયા નારાજ