છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૬૪૦૧ નવા પોઝિટિવ કેસ

126

૨૪ કલાકમાં ૫૩૦ દર્દીઓએ જીવ ગુમાવ્યો : અત્યાર સુધીમાં ૪૩૩૦૪૯ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે, દેશમાં કુલ ૫૬૬૪૮૮૪૩૩ લોકોને વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા
નવી દિલ્હી, તા.૧૯
દેશમાં કોરોના સંક્રમણનો કહેર ફરીથી વધી રહ્યો હોય એવા સંકેત મળી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં મૃત્યુઆંક ૫૦૦ને પાર કરી ગયો છે. પાંચ દિવસ બાદ મૃત્યુનો આંકડો ૫૦૦ને પાર ગયો છે. ભારતમાં કોવિડ સામે લડતાં અત્યાર સુધીમાં ૪ લાખ ૩૩ હજાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને આ આંકડામાં સતત વૃદ્ધિ થવી તે ચિંતાનું કારણ છે. બીજી તરફ, કોરોના વેક્સીનેશન અભિયાન પણ વેગવંતુ બન્યું છે બુધવારના ૨૪ કલાકમાં વધુ ૫૬,૩૬,૩૩૬ લોકોને રસી આપવામાં આવી છે. ગુજરાતમાં પણ સંક્રમણના કેસોમાં આંશિક વધારો નોંધાયો છે, અને આંકડો ૨૦ને પાર કરી ગયો છે. ગુરુવાર સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૬,૪૦૧ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૫૩૦ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૨૩,૨૨,૨૫૮ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૫૬,૬૪,૮૮,૪૩૩ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. બુધવારના ૨૪ કલાકમાં ૫૬,૩૬,૩૩૬ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. કોવિડ-૧૯ મહામારી સામે લડીને ભારતમાં ૩ કરોડ ૧૫ લાખ ૨૫ હજાર ૮૦ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૩૯,૧૫૭ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ ૯૭.૫૦ ટકા છે. હાલમાં ૩,૬૪,૧૨૯ એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૪,૩૩,૦૪૯ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧૮ ઓગસ્ટ, ૨૦૨૧ સુધીમાં કુલ ૫૦,૦૩,૦૦,૮૪૦ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. બુધવારના ૨૪ કલાકમાં ૧૮,૭૩,૭૫૭ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૨૩ કેસ નોંધાયા છે. જેની સામે ૧૬ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૧૦૦૭૮ છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૮.૭૬ ટકા છે. અત્યાર સુધીમાં ૪,૧૬,૧૫,૮૫૩ ડોઝ કોરોના વેક્સીનના આપવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૩,૮૪,૨૪૬ વ્યક્તિઓનું રસીકરણ થયું છે. ગુજરાતમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદમાં ૪, સુરતમાં ૨, વડોદરામાં ૯, આણંદમાં ૨, અરવલ્લી, ભરુચ, ભાવનગર, દાહોદ, પોરબંદર, રાજકોટમાં ૧-૧ સહિત કુલ ૨૩ કેસ નોંધાયા છે. બીજી તરફ અમદાવાદમાં ૪, સુરતમાં ૨, વડોદરામાં ૪, જામનગર, ખેડામાં ૨-૨, જૂનાગઢ, આણંદમાં ૧-૧ સહિત કુલ ૧૬ દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.

Previous articleસપ્ટેમ્બરમાં બાળકો માટે આવી શકે છે કોરોના વેક્સિન
Next articleરાજૌરીમાં અથડામણમાં એક આતંકવાદી ઠાર, જવાન શહીદ