દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૧ હજાર નવા કેસ, ૪૦૩ના મૃત્યુ

481

રિકવરી રેટ સુધરીને ૯૭.૬૦% થયો : દેશમાં કોરોનાના અત્યાર સુધી ૩ કરોડ ૨૪ લાખ ૨૪ હજાર ૨૩૪ કેસ સામે આવી ચુક્યા છે, જેમાં ૪ લાખ ૩૪ હજાર ૩૬૭ લોકોના મૃત્યુ થયા
)નવી દિલ્હી,તા.૨૨
દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં જીવલેણ કોરોના વાયરસના નવા કેસ સામે આવી રહ્યાં છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૦ હજાર ૯૪૮ નવા કેસ સામે આવ્યા છે, તો ૪૦૩ લોકોના મૃત્યુ થયા છે. આવો જાણીએ દેશમાં કોરોનાની લેટેસ્ટ સ્થિતિ શું છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરાયેલા તાજા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૮ હજાર ૪૮૭ લોકો સાજા થયા છે. ત્યારબાદ સાજા થનારાની સંખ્યા વધીને ત્રણ કરોડ ૧૬ લાખ ૩૬ હજાર ૪૬૯ થઈ ગયા છે. તો એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૩ લાખ ૫૩ હજાર ૩૯૮ રહી ગઈ છે. આંકડા પ્રમાણે દેશમાં કોરોનાથી અત્યાર સુધી ત્રણ કરોડ ૨૪ લાખ ૨૪ હજાર ૨૩૪ કેસ સામે આવી ચુક્યા છે. જેમાંથી અત્યાર સુધી ૪ લાખ ૩૪ હજાર ૩૬૭ લોકોના મૃત્યુ થયા છે. તો દેશમાં પાછલા દિવસે કોરોના વેક્સિનના ૫૨ લાખ ૨૩ હજાર ૬૧૨ ડોઝ આપવામાં આવ્યા છે. ત્યારબાદ રસીકરણનો કુલ આંકડો ૫૮ કરોડ ૧૪ લાખ ૮૯ હજાર ૩૭૭ પર પહોંચી ગયો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે જણાવ્યું કે ભારતમાં ૨૧ ઓગસ્ટ ૨૦૨૧ સુધી ૫૦ કરોડ ૬૨ લાખ ૨૩૯ કોરોના ટેસ્ટ થયા છે, જેમાંથી ૧૫ લાખ ૮૫ હજાર ૬૮૧ ટેસ્ટ શનિવારે થયા હતા. ભારતમાં કોરોના સામેની લડતમાં આંશિક સફળતા મળતી હોય એવા સંકેત મળી રહ્યા છે. કોરોના સામે લડતાં અત્યાર સુધીમાં ૩ કરોડ ૧૬ લાખથી વધુ દર્દી સાજા થયા છે. હાલમાં કોરોનાનો રિકવરી રેટ સુધરીને ૯૭.૬૦ ટકા થયો છે. બીજી તરફ, સતત નવમા દિવસે કોરોના સંક્રમણના કેસ ૪૦ હજારથી નીચે નોંધાયા છે. પરંતુ કેરળમાં બેકાબૂ બનેલા કોરોનાએ ૨૪ કલાકમાં વધુ ૮૩ લોકોનો ભોગ લીધો છે. એક દિવસમાં સૌથી વધુ મૃત્યુદર મહારાષ્ટમાં ૧૪૫નો નોંધાયો છે. ગુજરાતમાં પણ એક દર્દીએ જીવ ગુમાવ્યો છે. રવિવાર સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૦,૯૪૮ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૪૦૩ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૨૪,૨૪,૨૩૪ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૫૮,૧૪,૮૯,૩૭૭ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૫૨,૨૩,૬૧૨ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. કોવિડ-૧૯ મહામારી સામે લડીને ભારતમાં ૩ કરોડ ૧૬ લાખ ૩૬ હજાર ૪૬૯ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૩૮,૪૮૭ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ ૯૭.૬૦ ટકા છે. હાલમાં ૩,૫૩,૩૯૮ એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૪,૩૪,૩૬૭ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. બીજી તરફ, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૧ ઓગસ્ટ, ૨૦૨૧ સુધીમાં કુલ ૫૦,૬૨,૫૬,૨૩૯ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. શનિવારના ૨૪ કલાકમાં ૧૫,૮૫,૬૮૧ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧૫ કેસ નોંધાયા છે. જેની સામે ૧૬ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૧૦૦૭૯ છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૮.૭૬ ટકા છે.

Previous articleસપ્ટેમ્બરમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે, નીતિ આયોગ
Next articleપેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૨૦ પૈસાનો ઘટાડો થયો