પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૨૦ પૈસાનો ઘટાડો થયો

128

રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલ ૧૦૧.૬૪ રૂપિયા પ્રતિ લીટર તેમજ ડીઝલ ૮૯.૦૭ રૂપિયા પ્રતિ લીટર છે
નવી દિલ્હી,તા.૨૨
તેલ કંપનીઓએ આજે એટલે કે ૨૨ ઓગસ્ટે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જારી કર્યાં છે. ઈન્ડિયન ઓયલ અનુસાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં આજે સામાન્ય ઘટાડો થયો છે. લેટેસ્ટ રેટ અનુસાર પેટ્રોલ ૨૦ પૈસા પ્રતિ લીટર સસ્તું થયું છે. તો ડીઝલના ભાવમાં પણ પ્રતિ લીટરે ૨૦ પૈસાનો ઘટાડો થયો છે. રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલ ૧૦૧.૬૪ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ૮૯.૦૭ રૂપિયા પ્રતિ લીટર છે. તો મુંબઈમાં ડીઝલ ૯૬.૬૪ રૂપિયા પ્રતિ લીટર અને પેટ્રોલ ૧૦૭.૬૬ રૂપિયા પ્રતિ લીટર છે. હકીકતમાં છેલ્લા ૩૫ દિવસથી પેટ્રોલના ભાવ સ્થિર હતા, તો ડીઝલની કિંમતમાં છેલ્લા ત્રણ દિવસમાં ઘટાડો જોવા મળ્યો છે. હવે આજે પેટ્રોલના ભાવમાં પણ ઘટાડો થયો છે. મહત્વનું છે કે પેટ્રોલની કિંમતમાં છેલ્લે ૧૭ જુલાઈ ૨૦૨૧ના વધારો થયો હતો. જૂનમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ૧૬ વખત વધ્યા હતા. જૂનમાં પેટ્રોલ ૪.૩૨ રૂપિયા સુધી પહોંચ્યું હતું. ૧ જૂનના દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૯૪.૪૯ રૂપિયા પ્રતિ લીટર હતો, ૩૦ જૂને ભાવ ૯૮.૮૧ રૂપિયા હતો. જ્યારે ડીઝલ ૩.૮૦ રૂપિયા મોંઘુ થઈ ચુક્યુ છે. ૧ જૂને દિલ્હીમાં ડીઝલનો ભાવ ૮૫.૩૮ રૂપિયા હતો, ૩૦ જૂને ભાવ ૮૯.૧૮ રૂપિયા હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચુ તેલ ૭૦ ડોલર પ્રતિ બેરલની નીચે ટ્રેડ કરી રહ્યું છે. આ વર્ષે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો વધારો થયો, જ્યારે ઘટાડો માત્ર ચાર વખત થયો છે. માત્ર આ વર્ષની વાત કરીએ તો પેટ્રોલના ભાવમાં ૧૫ ટકાનો વધારો થયો છે. માર્ચ અને એપ્રિલમાં જ્યારે પાંચ રાજ્યોની ચૂંટણી થવાની હતી, આ દરમિયાન કિંમતો યથાવત રહી. માર્ચમાં ૩ અને એપ્રિલમાં એક વાર ભાવમાં ઘટાડો થયો હતો. પેટ્રોલનો ભાવ એક વર્ષમાં ૨૧.૨૭ રૂપિયા સુધી વધી ગયો છે. ૧૬ ઓગસ્ટ ૨૦૨૦ના દિલ્હીમાં પેટ્રોલ ૮૦.૫૭ રૂપિયા હતું.

Previous articleદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૧ હજાર નવા કેસ, ૪૦૩ના મૃત્યુ
Next articleકાબુલથી ૧૦૭ ભારતીય નાગરિક ભારત પહોંચ્યા