ગારિયાધાર પોલીસે મોબાઈલ રોકડ મળી કુલ રૂ,૫૯,૯૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો
ગારિયાધાર પોલીસે ગઈ કાલે રોકડા રૂપિયા વડે મોબાઈલ માં ઓનલાઈન હારજીતનો જુગાર રમાડતાં બે શખ્સોની ધડપકડ કરી જેલ હવાલે કર્યા હતા.
સમગ્ર બનાવ અંગે ગારીયાધાર પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર ગારીયાધાર ટાઉનમાં પેટ્રોલીંગ કરી રહેલ ટીમને માહિતી મળી હતી કે ટાઉન વિસ્તારમાં બે શખ્સો મોબાઈલમાં રોકડા રૂપિયા સાથે હારજીતનો જુગાર રમવા સાથે બીજાને પણ રમાડી રહ્યાં હોવાનું ધ્યાનમાં આવતાં પોલીસે ઈમરાન મુસા સલોત ઉ.વ.૩૪તથા અમન ફિરોઝ પીપરાણી ઉ.વ.૨૭ ને બે મોબાઈલ કી.રૂ ૨૦,૦૦૦/- તથા રોકડા રૂપિયા ૩૯,૯૦૦/-મળી કુલ રૂ,૫૯,૯૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી બંને શખ્સો વિરુદ્ધ જુગારધારા તળે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
















