ભજન કાર્યક્રમમાં સંતો મહંતો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા
ભાવનગર શહેરના જશોનાથ ટેક્સી સ્ટેન્ડ ખાતે આવેલા બજરંગદાસ બાપાના આશ્રમ ખાતે ભજન કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીનીએ ભરડો લીધો છે જેને પગલે લોકોને આ મહામારી થી છુટકારો મળે અને વિશ્વમાં શાંતિ અને ત્રીજી લેહરની ન આવે તેવા ઉદ્દેશ સાથે ભાવિક ભક્તો દ્વારા રામધૂન અને ભજન કાર્યક્રમની આયોજન કરાયું હતું. ભાવનગર શહેર સહીત સમગ્ર દેશમાં કોરોનાને લઇ અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તો અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. ત્યારે દેશ અને વિશ્વને આ કોરોના મહામારીમાંથી મુક્તિ મળે તેમજ અત્યારે જે પ્રકારે કોરોનામાં રાહત મળી છે પણ હજુ નિષ્ણાંતો દ્વારા દ્વારા ત્રીજી લહેરની સંભાવના દર્શાવી રહ્યા છે. ત્યારે આ મહામુસીબતથી લોકોને સંપૂર્ણ છુટકારો મળે તેવા હેતુથી ભગવાનના ગુણગાનનો ગાઈ નવતર કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.ટેક્સી સ્ટેન્ડ ખાતે યોજાયેલા ભજન કાર્યક્રમમાં સંતો મહંતો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. કોરોના મહામારીની તમામ ગાઇડલાઇનનું પાલન કરી રામધૂન અને ભજન કાર્યક્રમ યોજાયો હતો.










![dayro]](https://www.loksansar.in/wp-content/uploads/2021/08/dayro-696x396.jpg)





