ગોહિલવાડમાં જન્માષ્ટમી પર્વની રંગારંગ ઉજવણી કરાઈ

132

હિન્દૂ-મુસ્લિમ દ્વારા કૃષ્ણના જન્મદિવસની કેક કાપી ઉજવણી કરાઈ : ઠાકર દુવારા તથા કૃષ્ણ મંદિરો રોશનીથી ઝળહળતા કરવામાં આવ્યાં
શ્રાવેણી પર્વ શ્રૃંખલા ના સમાપન સમયે ગોકુળ અષ્ઠમી અર્થાત કૃષ્ણ જન્મોત્સવનું મહાપર્વ જન્માષ્ટમીની આજરોજ ભાવનગર શહેર જિલ્લામાં ભારે ઉત્સાહ અને ભક્તિ સાથે ઉજવણી કરવામાં આવી હતી,ભગવાન શ્રીહરિ નારાયણ ના કૃષ્ણ અવતાર થયે ઉજવાતુ મહાપર્વ જન્માષ્ટમી દર વર્ષે શ્રાવણવદ આઠમ-નોમ ના રોજ જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવે છે કૃષ્ણ ભક્તો ગોકુળીયા રંગે રંગાઈને ભારે આસ્થા સાથે કૃષ્ણ જન્મોત્સવ પર્વની ઉજવણી કરે છે આ વર્ષે મહામારી નિયંત્રણમાં હોય આથી લોકો નો ઉત્સાહ બેવડાયો છે.
શહેર તથા જિલ્લામાં આવેલા મંદિરોને રંગરોગાન સાથે નયનરમ્ય રોશનીથી ઝળહળતા કરવામાં આવ્યા છે.
વૈષ્ણવ સંપ્રદાય માટે આ અવસર ખૂબ મહત્વપૂર્ણ ગણાય છે ત્યારે ભાવનગર શહેર માં હાલમાં કૃષ્ણ જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી, જન્માષ્ટમી ની રાત્રી એ બરાબર બાર ના ટકોરે કૃષ્ણ જન્મોત્સવ સાથે શ્રીકૃષ્ણ પ્રાગટ્ય ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, નોમ ના દિવસે મહા ઉત્સવ પણ મનાવવામાં આવે છે, આજે ભક્તો ઉપવાસ કરશે અને નોમ ના દિવસે પારણાં કરી જન્માષ્ટમી પર્વની ઉજવણી કરે છે.શહેરના કુંભારવાડા ગજરાતી હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં હિન્દૂ-મુસ્લિમ સમાજના લોકો વસે છે. ત્યારે હાઉસિંગ બોર્ડ ખાતે હનુમાનજી દાદાના મંદિર પાસે પરંપરાગત રીતે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે. છેલ્લા બે વર્ષ થી કોરોના મારામારીને પગલે ઉજવણી બંધ હતી. આ વર્ષે સરકારની ગાઈડલાઈન અનુસાર તમામ ઉજવણીની મંજૂરી આપવામાં આવી છે.
ત્યારે કુંભારવાડા કૃષ્ણ યુવક મંડળ દ્વારા જન્મોત્સવની ઉજવણી કરી હતી. કૃષ્ણ યુવક મંડળ દ્વારા કરવામાં આવેલી ઉજવણીમાં બાળ કૃષ્ણના જન્મદિવસની અનોખી કેક કાપી ઉજવણી કરી હતી. ભવ્ય અતિશબાજી અને નંદ ઘેર આનંદ ભર્યો જય કનૈયા લાલ કી ના સાથે લોકોએ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી હતી. આ પ્રસંગે સ્થાનિક બહેનો દ્વારા રાસ ગરબાની રમઝટ બોલવી હતી. અને મહા આરતી પ્રસાદ સાથે લોકો દ્વારા ભવ્ય ઉજવણી કરી ધન્યતા અનુભવી હતી.

Previous articleશ્રી વીર સાવરકર પ્રાથમિક શાળા નં.૮ માં ‘પ્રકૃતિ વંદન’ કાર્યક્રમ યોજાયો.
Next articleસાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજીને શ્રાવણ માસના નિમિતે દિવ્ય શણગાર