સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજીને શ્રાવણ માસના નિમિતે દિવ્ય શણગાર

34

શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરાઈ
બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાનું પ્રતિક એવા સાળંગપુર ગામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને પવિત્ર શ્રાવણ માસના મંગળવારના રોજ ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિતે રાત્રે ૯ કલાકે મંદિરના પટાંગણમાં રાસગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઘ બ્લેક બેન્ડ-સિંગર કલ્પેશ ગોસ્વામી ના તેમજ નીલકંઠ ભગતના કંઠે રાસ ગરબાની સંગાથે “નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી” ના ઉદ્દઘોષની સાથે રાત્રે ૧૨ કલાકે કૃષ્ણ જન્મોત્સવ ની આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી ( અથાણાવાળા) દ્વારા કરવામાં આવી હતી. તેમજ કોઠારી સ્વામી વિવેકસાગરદાસજી તથા શાસ્ત્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્વારા શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભાવિકો ને શુભેચ્છાઓ પાઠવી હતી. જેમાં સવારે ૫ઃ૩૦ કલાકે પુજારી સ્વામી દ્રારા મંગળા આરતી કરવામાં આવી તેમજ સવારે ૭ કલાકે કોઠારી સ્વામી વિવેકસાગરદાસજી દ્રારા શણગાર આરતી કરવામાં આવી હતી. હનુમાજી દાદાનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો આમ પવિત્ર શ્રાવણ માસ નિમિતે દરરોજ અવનવા શણગાર કરવામાં આવી રહ્યા છે. દાદાના ભાવિકો રૂબરૂ દર્શન કરી ધાન્યતા અનુભવી હતી, તેમજ દેશ-વિદેશમાં વસતા લાખો હરિભક્તોએ હનુમાનજીદાદાના અલૌકિક શણગારનો ઓનલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.