પેટ્રોલ ડિઝલના વિરોધમાં રાણપુરે સજ્જડ બંધ પાળ્યો

690

દિન પ્રતિદીન કુદકે ને ભુસકે વધતા જતા પેટ્રોલ ડીઝલના અસહ્ય ભાવે પ્રજાની કમ્મર તોડી નાખી છે ત્યારે ભડકે બળતા ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસ પાર્ટી દ્રારા ભારત બંધ નુ એલાન આપવામાં આવ્યુ હતુ તે સંદર્ભે બોટાદ જીલ્લા ના રાણપુર કોંગ્રેસ દ્રારા રાણપુર બંધ નુ એલાન આપવામાં આવ્યુ હતુ અને રાણપુર શહેર સવાર થીજ સજ્જડ બંધ રહ્યુ હતુ વેપારીઓએ પોત પોતાની દુકાનો બંધ રાખીને મોંઘવારી નો વિરોધ કર્યો હતો.આ રાણપુર બંધ ના એલાન માં રાણપુર ની તમામ શાળા કોલેજો પણ બંધ રહી હતી.આ અંગે રાણપુર ની મુખ્ય બજારો સહીત તમામ દુકાનો સજ્જડ બંધ રાખીને પેટ્રોલ ડીઝલ ના વધતા જતા ભાવ સામે રોષ વ્યક્ત કર્યો હતો.રાણપુર બંધ ના એલાન ને પગલે કોઈ અનિચ્છીય બનાવ ના બને તે માટે રાણપુર પી.એસ.આઈ-વી.એમ.કામળીયા દ્વારા રાણપુર શહેરમાં સતત પેટ્રોલિંગ કરીને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો..