ભાવનગર શહેરમાં વરસાદી માહોલ છવાયો, ઝરમર વરસાદ વરસતા લોકોને સારા વરસાદની આશા બંધાઈ

126

લાંબા સમય બાદ વરસાદી ઝાપટા વરસ્યા
ભાવનગર શહેર અને જિલ્લામાં ઓગસ્ટ માસના કોરોધાકોડ વિત્યા બાદ ભાવનગરમાં આજે બપોરે ઝરમર મેઘમહેર થઈ હતી, ઘણાં લાંબા સમય બાદ વરસાદનું આગમનથી લોકો અને ખેડૂતોને આશા બંધાઈ હતી, ત્યારે આજરોજ ઢળતી બપોરે ઝરમર મેઘરાજાએ ઓગસ્ટ મહિનાના છેલ્લા દિવસે હાજરી નોંધાવી હતી.
ભાવનગર માં ચોમાસા પૂર્વે અને બરાબર આગમન સમયે ધીંગી મેઘમહેર વરસાવ્યા બાદ મેઘરાજા એકાએક અંતર્ધ્યાન થઇ જતા ધરતીપુત્રો સહિત આમ આદમીની ચિંતા માં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો હતો એ દરમ્યાન બે દિવસ પૂર્વે રાજ્ય ના હવામાન વિભાગે જાહેરાત કરી હતી કે સ્થગિત થયેલું ચોમાસું પુનઃ સક્રિય બનીને અરબી સમુદ્રમાં આવી પહોંચ્યું છે અને એક સપ્તાહમાં સમગ્ર રાજ્યમાં ફરી છવાઈ જશે આ વાવડને પગલે લોકો ના હૈયે હાશકારો થયો હતો.ખેડૂતો ને આંશિક રાહત થવા પામી હતી જેમાં છેલ્લા ત્રણ દિવસથી ભાવનગર શહેર અને જિલ્લામાં અસહ્ય બફારાને પગલે લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે ત્યારે એકાએક બપોરે ઝરમર વરસાદ થયો હતો. કારણકે છેલ્લા ઘણાં સમયથી ધૂપછાવ ના માહોલ વચ્ચે નભમંડળ માં ઘટાટોપ વાદળોનો જમાવડો જોવા મળી રહ્યો છે લોકો હાલ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે.

Previous articleસૌરાષ્ટ્ર યુનિ. અંગ્રેજી ભવનના વરિષ્ઠ પ્રોફેસર, અધ્યાપક અગ્રણી અને પૂર્વ કાર્યકારી કુલપતિ પ્રો. જયદિપસિંહ ડોડીયાનો જન્મદિવસ
Next articleભાવનગર જિલ્લામાં રાત્રી સેશન રાખીને પણ રસીકરણની કામગીરી વેગવાન