સૌરાષ્ટ્ર યુનિ. અંગ્રેજી ભવનના વરિષ્ઠ પ્રોફેસર, અધ્યાપક અગ્રણી અને પૂર્વ કાર્યકારી કુલપતિ પ્રો. જયદિપસિંહ ડોડીયાનો જન્મદિવસ

55

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કાર્યકારી કુલપતિ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંગ્રેજી ભવન ના સિનિયર પ્રોફેસર અને અધ્યાપક અગ્રણી પ્રો. જયદિપસિંહ ડોડીયા તેમની જીવન યાત્રા ના ૫૭ વર્ષ પુરા કરી આજ રોજ તા. ૧/૯/૨૦૨૧ ના દિવસે ૫૮ માં વર્ષ માં પ્રવેશ કરી રહ્યા છે. ૧૯૯૮ માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંગ્રેજી ભવનમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોડાયા એ પહેલા રાજકોટની શ્રીમતી એમ. ટી. ધમસાણીયા કોમર્સ કોલેજ અને માંગરોળની શારદાગ્રામ કોલેજ માં ફરજ બજાવેલ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ની કારકિર્દી શરુ કરનાર પ્રો. ડોડીયાએ સેનેટ સભ્ય, સીન્ડીકેટ સભ્ય તેમજ વિનયન વિદ્યાશાખાના ડીન તરીકે ફરજ બજાવી ચુક્યા છે. વર્ષ ૨૦૧૩માં તત્કાલીન કુલપતિ ડો મહેન્દ્રભાઈ પાડલીયા લંડનના પ્રવાસે ગયા ત્યારે ગુજરાતના તત્કાલીન રાજ્યપાલ ડો. કમલા બેનીવાલે કાર્યકારી કુલપતિ તરીકે પ્રો. ડોડીયાની નિમણૂંક કરી હતી. પ્રો. જયદિપસિંહ ડોડીયાનો વર્ષ ૨૦૧૩ માં કાર્યકારી કુલપતિ તરીકે ખુબજ અલ્પ સમય ગાળો ગુજરાત રાજ્ય નું શૈક્ષણિક જગત લાંબા સમય સુધી યાદ રાખે તેવો યશશ્વી રહ્યો હતો.વર્ષ ૨૦૧૨ માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની સૌથી મોટી ફેકલ્ટી એવી આર્ટસ ફેકલ્ટી ના ડીન અને અધર ધેન ડીન પદે ચૂંટાઈને પ્રો. ડોડીયા એ વિક્રમ સર્જયો હતો. ગુજરાત માં UGC ના છઠ્ઠા અને સાતમા પગાર ધોરણના અમલીકરણ માટે પણ પ્રો. ડોડીયા એ એક જાગૃત અધ્યાપક અગ્રણી તરીકે સક્રિય ભૂમિકા ભજવી હતી. પ્રો ડોડીયા ના સુપુત્ર શ્રી કુલદીપસિંહ ડોડીયા રાજકોટ શહેર ના ખ્યાતનામ આર્કિટેક્ટ છે જયારે તેમના સુપુત્રી ડો ભાર્ગવી ડોડીયા એનેસ્થેસિઓલોજીસ્ટ છે.આજ રોજ પ્રો. જયદિપસિંહ ડોડીયાના જન્મદિવસે તેમને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી, ગોવિંદગુરૂ યુનિવર્સિટી ગોધરાના કુલપતિ પ્રો. પ્રતાપસિંહજી ચૌહાણ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપ કુલપતિ ડો. વિજયભાઈ દેશાણી, શ્રી ઉદયસિંહ રામભાઈ ઝાલા (ખાપટ), શ્રી દિપસિંહભાઈ રામભાઈ ઝાલા (ખાપટ) સહીતના અનેક શુભેચ્છકો, શિક્ષણવિદો અને સામાજિક સંસ્થાના અગ્રણીઓએ શુભેચ્છાઓ પાઠવી છે.
(મોં. ૯૪૨૬૪ ૪૪૦૭૨)