શહેરના કરચલીયાપરા-અગરીયાવાડ વિસ્તાર માંથી ૫૨,૦૦ લીટર બાયો-ડીઝલનો જથ્થો ઝપ્ત

28

સિટી મામલતદાર તથા પુરવઠા વિભાગની ટીમે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી લાખ્ખોનો મુદ્દામાલ કબ્જે કર્યો
ભાવનગર સિટી મામલતદાર તથા પુરવઠા વિભાગની ટીમે શહેરના કરચલીયાપરા-અગરીયાવાડ વિસ્તારમાં બે-રોકટોક ચાલતાં બાયો ડીઝલ વેચાણ ના કારોબાર પર રેડ કરી ૫૨,૦૦ લીટર બાયોડીઝલ તથા બે વાહનો સહિત લાખ્ખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરતાં ગેરકાયદે અન અધિકૃત રીતે ઇંધણનો વેપલો કરતાં આસામીઓ માં ફફડાટ ફેલાયો છે.રાજ્ય સરકારના આદેશ ને પગલે સમગ્ર રાજ્ય માં ગેરકાયદે બાયોડીઝલ ના વેચાણ કર્તાઓ પર તંત્ર ના અધિકારીઓ સંકટ બનીને તવાઈ બોલાવી રહ્યાં છે ત્યારે ભાવનગર શહેર-જિલ્લા માં પણ તંત્ર દ્વારા છાશવારે બાયોડીઝલ નો કાળો કારોબાર ઝડપી લઈ કાયદાની રૂએ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી જેમાં આવો જ એક જથ્થો શહેરના એક વિસ્તાર માથી ઝડપાયો છે. શહેરના કરચલીયાપરા, અગરીયાવાડ આજદિન સુધી દેશી,વિદેશી દારૂ,જુગાર સહિતની બદ્દીઓ માટે કુખ્યાત વિસ્તાર ગણાતો હતો જેમાં આ બદ્દીઓ પૈકી વધુ એક બદ્દીનો ઉમેરો થયો છે આજરોજ ભાવનગર સિટી મામલતદાર ધવલ રવૈયા તથા પુરવઠા વિભાગના ભૂમિ પ્રજાપતિ ને ચોક્કસ બાતમી મળી હતી કે શહેરના કરચલીયાપરા તથા અગરીયાવાડ વિસ્તારમાં લાંબા સમયથી બાયોડીઝલ નું વેચાણ થઈ રહ્યું છે આથી સિટી મામલતદાર ૫ નાયબ મામલતદાર, પુરવઠા વિભાગની ટીમ અને સિટી મામલતદાર ના કાફલાએ ક.પરા અગરીયાવાડ માં સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી કુલ ૫૨,૦૦ લીટર બાયોડીઝલ નો જથ્થો ઉપરાંત ઇંધણ હેરફેર માટે ઉપયોગમાં લેવામાં આવી રહેલ બે ટેમ્પો- ટેન્કર, સહિત કુલ રૂ,૬૦,૨૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી બાયોડીઝલ નો જથ્થો સીઝ કરી સ્થળ પરથી સંચાલક ભાવેશ બટુક ચૌહાણ ની અટક કરી પુછપરછ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે આ દરોડા ને પગલે બાયોડીઝલ ના વેચાણ કર્તા આસામીઓ માં ફફડાટ ફેલાયો હતો.