૨૪ કલાકમાં નર્મદા ડેમની સપાટીમાં ૨૦ સેમી વધારો

144

એક વર્ષ સુધી પીવાના પાણીની સમસ્યાનો આવ્યો અંત : નર્મદાની સપાટી ૧૧૭.૪૯ મીટર થઈ ગઇ, ઉપરવાસના પાવરહાઉસ ચાલુ કરાતા નર્મદા ડેમમાં નવા નીરની આવક
કેવડિયા,તા.૫
લાંબી રાહ જોવાડાવ્યા પછી મેઘરાજાએ ગુજરાતમાં એન્ટ્રી કરી છે. મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે જેના કારણે ડેમોમાં નવા નીર આવ્યા છે. ત્યારે હાલ નર્મદા ડેમની સપાટીમાં પણ વધારો થયો છે. ડેમની સપાટીમાં ૨૪ કલાકમાં ૨૦ સેમીનો વધારો નોંધાયો છે. હાલ નર્મદા ડેમની સપાટી ૧૧૭.૪૯ મીટર થઈ છે. ગુજરાત માટે સારા સમાચાર આવી રહ્યાં છે. કેવડિયાના સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થઇ રહ્યો છે. ૨૪ કલાકમાં ૨૦ સેમીનો વધારો નોંધાયો છે. ઉપરવાસમાંથી ૪૮૬૧ ક્યુસેક પાણીની આવક આવક થતા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. હાલ નર્મદા ડેમની સપાટી ૧૧૭.૪૯ મીટર થઈ ગઇ છે. ઉપરવાસના પાવરહાઉસ ચાલુ કરાતા નર્મદા ડેમમાં નવા નીરની આવક આવી છે. નર્મદા ડેમમાં હાલ ૪૫૫૯ એમસીએમ લાઈવ સ્ટોરેજનો જથ્થો છે. નર્મદા ડેમમાં અત્યારે ૪૭ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. મેઘરાજાની બીજી ધમાકેદાર એન્ટ્રી થઇ છે. નર્મદા ડેમમાં ૪૭.૪૭ ટકા પાણી છે . આ જોતા સરકારે એવો દાવો કર્યો છે કે, એક વર્ષ સુધી ગુજરાતમાં પીવાના પાણીની સમસ્યા નહી રહે.રાજ્યમાં ૩૭ ડેમોમાં ૧૦ ટકા કરતાં ય ઓછુ પાણી છે જયારે ૩૯ ડેમોમાં ૨૦ ટકાથી ય ઓછુ પાણી ઉપલબ્ધ છે.૨૭ ડેમોમાં એવા છે જેમાં ૭૦ ટકા પાણીનો જથૃથો મોજુદ છે. છેલ્લા થોડા દિવસથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે જેના કારણે ડેમોમા જળસપાટી વધી છે. અમરેલી જિલ્લાનો ધાતરવાડી ડેમ સંપૂર્ણપણે ભરાયો છે. આ ઉપરાંત આ જ વિસ્તારમાં ધાતરવાડી-૨ ડેમમાં છલકાયો છે. જયારે તાપી જિલ્લામાં આવેલાં દોસવાડા ડેમ પણ સંપૂર્ણ ભરાયો છે. બોટાદ જિલ્લામાં ખંભાડા ડેમમાં હાલ ૯૪ ટકા પાણીનો જથ્થો છે જયારે મહિસાગર જિલ્લામાં આવેલા વણાકબોરી ડેમમાં ૯૩.૩૪ ટકા અને અમરેલી જિલ્લાના ખોડિયાર ડેમમાં ય ૯૦ ટકા પાણી ઉપલબ્ધ છે. રાજ્યમાં ૪૧ ડેમોમાં ૬૦ ટકાથી વધુ પાણી છે. બીજી તરફ જોઇએ તો ઉત્તર ગુજરાતમાં હજુ ડેમો ખાલીખમ છે. ઉત્તર ગુજરાતના ડેમોમાં અત્યારે માત્ર ૨૩.૬૩ ટકા જ પાણી નોંધાયુ છે. જો હજુ વરસાદ નહી આવે તો આગામી દિવસોમાં પાણીની ખેંચ વર્તાઇ શકે છે.

Previous articleસાળંગપુર કષ્ટભંજનદેવને મીઠાઈનો ભવ્ય અન્નકુટ ધરાવાયો
Next articleપરેશ રાવલે સ્વ. રિશી કપૂરની અધૂરી ફિલ્મ પુરી કરી