અભિનેતા રિતેશ દેશમુખે નવાં અંદાજમાં ફોટોશૂટ કરાવ્યું

25

મુંબઈ,તા.૬
બોલિવૂડ એક્ટર રિતેશ દેશમુખ સોશિયલ મીડિયા પર ઘણો જ એક્ટિવ રહે છે. મસ્તમૌલા એક્ટર રિતેશે એક એક કરી તેનાં ત્રણ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. જે જોત જોતામાં વાયરલ થઇ ગયા છે. ફેન્સને રિતેશ દેશમુખને નવાં લૂકમાં જોઇ રણવીર સિંહ સાથે તેની સરખામણી કરવાં લાગ્યાં છે. આ ફોટો પર એક યૂઝર લખે છે. ’રણવીર સિંહથી ઇન્સ્પાયર્ડ છે શું. તેની આ તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી રિતેશ દેશમુખે કેપ્શનમાં લખ્યું છે, ’બદલાવ તરફ પહેલું પગલું જાગૃતતા છે અને બીજો એક્સેપ્ટેશન છે.’ જેનાં પર ફેન્સે કમેન્ટ કરી છે, ’આપનાંથી આવી આશા ન હતી’, તો એક લખે છે, ’લાગે છે ભાઇ રણવીર સિંહને મળી આવ્યો છે. ઢીલા ઢીલા પ્લાઝો સ્ટાઇલ નેવી બ્લૂ કલરની પેન્ટ અને સી ગ્રીન જેકેટની સાથે બ્લેક શૂઝ પહેરી રિતેશ દેશમુખનાં સ્ટાઇલિશ ફોટો એક્ટર મહેશ શેટ્ટીએ પણ પસંદ કર્યાં છે. આ ફોટો પર એખ ફેને લખ્યું છે, ’ભાઇ તું ક્યારથી રણવીર સિંહ બનવાં લાગ્યો. રિતેશ દેશમુખે ઘણાં રોલ અદા કર્યાં છે. રિતેશ પર તે હીરો બની રોમેન્સ કરી ચુક્યો છે તો કોમેડી કરી હસાવ્યાં ચે તો ક્યારેક વિલનનાં રોલમાં પણ તે નજર આવ્યો છે. રિતેશ દેશમુખે એક્ટરની સાથે સાથે પ્રોડ્યુસર પણ છે. તેણે હિન્દી ઉપરાંત મરાઠી સિનેમામાં પણ કામ કર્યું છે. રિતેશે બોલિવૂડ એક્ટ્રેસ જેનેલિયા ડિસૂઝા સાથે લગ્ન કર્યાં છે. તે તેની વાઇફ છે અને ઘણી વખત તે ઇન્સ્ટારિલ્સ શેર કરતી રહે છે હાલમાં જ તેઓ બંને ટીવી શો સુપર ડાન્સર ૪નાં જજ તરીકે નજર આવ્યાં હતાં. આ જોડીને બે પ્રેમાળ બાળકો છે.