ટીમ ઇન્ડિયાનું પલડું ભારે પણ કેપ્ટન કોહલી માટે ચિંતા

109

મુંબઈ, તા.૦૬
ઇંગ્લેન્ડ હજુ પણ ટાર્ગેટથી ૨૯૧ રન દૂર છે. અને પાંચમા દિવસે આ સ્કોર હાંસલ કરવો કંઇ સરળ નહીં રહે. આ માટે ઇંગ્લેન્ડને ૩ રન પ્રતિ ઓવરથી વધારે રન બનાવાના રહેશે. જે એક પડકારજનક કામ છે. જોકે ભારતીય ટીમનું પલડુ ભારે છે પરંતુ તે છતા કેપ્ટન વિરાટ કોહલી રિલેક્સ નહીં થાય. ઓવલના મેદાન પર રમાયેલી મેચોમાં ટાર્ગેટનો પીછો કરતા ભલે વધારે સફળતા ન મળી હોય પરંતુ મોટા સ્કોર જરૂરથી બન્યા છે. તો ભારતનું પલડુ ભલે ભારે હોય પરંતુ નિશ્ચિંત થઇ જવું ભારત માટે ખતરનાક સાબિત થઇ શકે છે. ભારતની લીડ જેવી ૨૭૬ પાર થઇ ગઇ તો જાણીતા ક્રિકેટ વિશેષજ્ઞએ ટ્‌વીટ કરી એક રસપ્રદ આંકડો રજૂ કર્યો. તેમણે લખ્યું કે ભારત વિરૂદ્ધ ચોથી ઇનિંગ માત્ર પ્રથમવાર ૨૭૬થી વધારેનો સ્કોર હાંસલ કરવામાં આવ્યો છે. ૧૯૭૭/૭૮ની સિરીઝમાં ઓસ્ટ્રેલિયાએ પર્થમાં ૩૪૨/૮નો સ્કોર બનાવ્યો હતો. ભારતે ઇંગ્લેન્ડને ઓવલ ટેસ્ટના ચોતા દિવસની ઇનિંગમાં ૩૬૮ રનનો ટાર્ગેટ આપ્યો છે. ઓવલની વિકેટ બેટ્‌સમેનો માટે હજુ સારી છે અને ઇંગ્લેન્ડના સલામી બેટ્‌સમેન- રોરી બર્ન્સ અને હસીબ હમીદે તેનો પુરાવો પણ આપ્યો છે. જ્યારે ચોથા દિવસની રમત પૂર્ણ થવા સુધી સ્કોરબોર્ડ પર એક પણ વિકેટ ગુમાવ્યા વિના ૭૭ રન બની ચૂક્યા હતા.

Previous articleઅભિનેતા રિતેશ દેશમુખે નવાં અંદાજમાં ફોટોશૂટ કરાવ્યું
Next articleરાજ્ય સરકારના કર્મીઓના મોંઘવારી ભથ્થામાં વધારો