ઉરી સેક્ટરમાં સૈન્યના સર્ચ ઓપરેશનમાં ૩ આતંકી ઠાર

393

શ્રીનગર , તા.૨૪
દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લાના કેશવા ગામનો રહેવાસી ૧૮ વર્ષીય અનાયત તેના જ મહોલ્લામાં એક ુદુકાનદાર હમીદ ભટને ગોળી મારીને ભાગી છૂટયો હતો. આ ઘટના પછી સલામતી દળોએ ચિત્રી ગામમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસ અધિકારીઓએ અનાયતની સાથે આ વિસ્તારમાં અન્ય બેથી ત્રણ આતંકીઓ પણ હોવાની બાતમી મળી હતી. સુરક્ષા દળોએ આજે સવારે આતંકીઓને ઘેરી લીધા હતા. જોકે, આતંકીઓએ ગોળીબાર કરતાં સુરક્ષા દળોએ વળતો જવાબ આપતાં એક આતંકી અનાયત માર્યો ગયો હતો. સ્થળ પરથી દળોએ એક પિસ્તોલ અને કેટલાક ગ્રેનેડ જપ્ત કર્યા હતા. આ વિસ્તારમાં હજુ પણ આતંકીઓની હાજરીની આશંકાએ દળોએ સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું છે. જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં ૧૮મી સપ્ટેમ્બરથી શરૂ થયેલું સર્ચ ઓપરેશન હવે પૂરું થઈ ગયું છે. પાંચ દિવસના આ મોટા ઓપરેશનમાં સૈન્યને મોટી સફળતા મળી છે. સૈન્યે ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. એટલું જ નહીં સર્ચ ઓપરેશનમાં સૈન્યના આતંકીઓ પાસે મોટા પ્રમાણમાં હથિયારો જપ્ત કરાયા છે. ઓવરગ્રાઉન્ડ વર્કરમાંથી આતંકી બનેલા અનાયકત અશરફ ડારને સલામતી દળોએ એક અથડામણમાં ઠાર કર્યો હતો. ભારતીય સૈન્યના અધિકારીઓ મુજબ ૧૮મી સપ્ટેમ્બરની રાતથી આતંકીઓને શોધવા માટે ઓપરેશન શરૂ કરાયું હતું. ત્યાર પછી સોમવારે ઉરી સેક્ટરમાં તકેદારીના ભાગરૂપે ઈન્ટરનેટ પણ બંધ કરી દેવાયું હતું. જોકે, અહીં બુધવારથી ઈન્ટરનેટ ફરીથી શરૂ કરી દેવાયું છે. ઉરી સેક્ટરમાં રવિવારે અંગૂરી પોસ્ટ વિસ્તારમાં આતંકીઓએ ઘૂસણખોરી કરી હતી. પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈ તહેવારોની મોસમમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાનું કાવતરું ઘડી રહી હોવાનું મનાય છે. સૈન્ય અધિકારીઓએ કહ્યું કે, રામપુર સબ સેક્ટર હેઠળ હથલંગામાં એલઓસી પર પેટ્રોલિંગ કરી રહેલી ટૂકડીએ પાંચ આતંકીઓને ભારતીય વિસ્તારમાં ઘૂસણખોરી કરતા જોયા હતા. આતંકીઓને આત્મસમર્પણ કરવાનું કહેતા તેમણે ગોળીબાર શરૂ કરી દીધો હતો. ચાર કલાક ચાલેલી અથડામણમાં ત્રણ આતંકીઓના મોત નીપજ્યાં હતા અને તેમના બે સાથી ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. સલામતી દળોએ તેમની પાસેથી ૫ એકે-૪૭, આઠ પિસ્તોલ અને ૭૦ હેન્ડ ગ્રેનેડ જપ્ત કર્યા છે. ઉરી સેક્ટરમાં સૈન્યને શંકાસ્પદ ગતિવિધિઓ દેખાતાં ઓપરેશન હાથ ધરાયું હતું. કોર કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ડીપી પાંડેએ જણાવ્યું કે, અથડામણમાં માર્યા ગયેલા ત્રણેય આતંકી પાકિસ્તાની હતા.

Previous article૫૬ યુદ્ધ વિમાન ખરીદવા ભારતના સ્પેન સાથે કરાર
Next articleશેરી ગરબાને નિશ્ચિત નિયમો સાથે સરકારે મંજૂરી આપી