મોત પહેલાં મહંતના ફોન પર ૩૫ કોલ આવ્યા હતા

17

સીબીઆઈની ટીમ પ્રયાગરાજ પહોંચી : એસઆઈટી મહંત નરેન્દ્ર ગિરિના મોબાઈલની સીડીઆર કાઢીને વાત કરનારા લોકો સાથે પણ પૂછપરછ કરશે
નવી દિલ્હી, તા.૨૪
મહંત નરેન્દ્ર ગિરિની મોતની તપાસ માટે આખરે સીબીઆઈની ટીમ પ્રયાગરાજ પહોંચી ચૂકી છે. મળતી જાણકારી અનુસાર પાંચ સભ્યોની સીબીઆઈની ટીમ પ્રયાગરાજ પહોંચી છે. અગાઉ એક નવી જાણકારી પણ સામે આવી છે. જેમાં સોમવાર એટલે કે જે દિવસે મહંતની મોત થઈ ત્યારે તેમના ફોન પર કુલ ૩૫ કોલ આવ્યા હતા. જેમાંથી ૧૮ પર તેમણે વાતચીત કરી હતી. વાતચીત કરનારમાં હરિદ્વારના કેટલાક લોકો અને ૨ બિલ્ડર પણ સામેલ હતા. એસઆઈટી નરેન્દ્ર ગિરિના મોબાઈલની સીડીઆર કાઢીને આ લોકો સાથે પણ પૂછપરછ કરાશે. હરિદ્વારથી કોલ કરનારની ડિટેલ ખંગાળવા માટે હરિદ્વાર પોલીસને પણ જાણકારી મોકલવામાં આવી છે. અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિનુ મોત હત્યા છે અથવા આત્મહત્યા આની તપાસ ચાલી રહી છે. સીબીઆઈ તપાસની ભલામણ થઈ છે. હાલ મહંત નરેન્દ્ર ગિરિના પ્રિય શિષ્ય આનંદ ગિરિ જ આ કેસમાં ધરપકડ કરવામાં આવી ચૂકી છે. આનંદ ગિરિની નરેન્દ્ર ગિરિના મોતમાં શુ સંડોવણી છે, સંડોવણી છે કે નહીં આ તપાસ બાદ સ્પષ્ટ થશે. સંપત્તિના વિવાદમાં આ ઘટના બની હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. મહંત નરેન્દ્ર ગિરિ મહારાજ જે અખાડા પરિષદના અધ્યક્ષ હતા એની સંપત્તિ હજાર કરોડ કરતાં વધુ હોવાનું કહેવાય છે. મહંત નરેન્દ્ર ગિરિના મૃત્યુ અંગે તપાસ શરૃ થઈ છે. એ દરમિયાન અખાડાની સંપત્તિનો મુદ્દો ફરીથી ચર્ચાસ્પદ બન્યો છે. મહંત નરેન્દ્ર ગિરિ અખાડા પરિષદના અધ્યક્ષ હતા. અખાડા પરિષદ કુલ ૧૩ અખાડાની બનેલી છે. એમાંય નરેન્દ્ર ગિરિ વાઘમ્બરી મઠ અને નિરંજની અખાડા ઉપર વિશેષ પ્રભાવ ધરાવતા હતા. વાઘમ્બરી મઠ પાસે પ્રયાગરાજના અલ્કાપુરીમાં પાંચથી છ વીઘા જમીન છે. અખાડાના નામે એક
(અનુસંધાન નીચેના પાને)