રેલ્વે સ્ટેશન રોડપર રહેતા વૃદ્ધનો તેનાં જ ઘરમાંથી શંકાસ્પદ હાલતે મૃતદેહ મળી આવ્યો

68

પરિવારે ગુમ થયાની પોષ્ટ વાઈરલ કરી જયારે મૃતદેહ ઘરમાં અનાજના ટીપડામાથી મળી આવ્યો
ભાવનગર શહેરના રેલ્વે સ્ટેશન રોડપર રહેતા એક અસ્થિર મગજના વયોવૃદ્ધ નો મૃતદેહ પ્રથમ ગુમ થયા બાદ તેનાં જ ઘરમાં થી શંકાસ્પદ હાલતમાં મળી આવતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.
સમગ્ર ઘટના અંગે આધારભૂત સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર ભાવનગર શહેરના સ્ટેશન રોડપર બે માળના મકાનમાં રહેતા અને કેટલાક સમયથી માનસિક બિમારી થી ગ્રસ્ત આરીફભાઈ લાખાણી(સેવ વાળા) આજે સવારે ઘરે કોઈ ને કહ્યા વિના કયાંક જતાં રહ્યાં હતાં દરમ્યાન તેના પરિવારે ફોટા સાથે સોશ્યિલ મિડીયા માં ગુમ થયાની પોષ્ટ વાઈરલ કરી હતી દરમ્યાન ઢળતી બપોરે આ વૃદ્ધ ના ઉપરના માળે આવેલ રૂમ સ્થિત અનાજ ભરવાના ટીપડા માથી વૃદ્ધ નો મૃતદેહ હોવાની માહિતી પોલીસને મળતા ડીવાયએસપી સફીન હસન સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહ નો કબ્જો લઈ સ્થળપર પંચનામું કરી લાશને પીએમ માટે સરટી હોસ્પિટલમાં ખસેડી હતી આ ઘટનાને લઈને લોકો માં તરેહ તરેહ ની ચર્ચાઓ થતી જોવા મળી હતી કે આ બનાવ હત્યા નો છે કે આત્મહત્યા નો ? જોકે સમગ્ર ઘટના પરથી પર્દો ત્યારેજ ઉચકાશે જયારે પીએમ રીપોર્ટ આવશે હાલ પોલીસે પરિજનો તથા વૃદ્ધ નો ભૂતકાળ અંગે તપાસ હાથ ધરી હતી.