ભાવનગર શહેર-જિલ્લામાંથી ત્રણ માસ માટે તડીપાર થયેલ “ભાવલા”ને ઝડપી લેતી SOG

856

ભાવનગર શહેર તથા જિલ્લા માથી ત્રણ માસ માટે તડીપાર કરવામાં આવેલ શખ્સને સ્પેશ્યિલ ઓપરેશન ગૃપ પોલીસની ટીમે તેનાં ઘરેથી ઝડપી લીધો હતો.
સમગ્ર બનાવ અંગે પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના વડવા વિસ્તારમાં આવેલ જૂની ગરાસીવાડ વિસ્તારમાં બારૈયા ફળીમાં રહેતો ભાવેશ ઉર્ફે ભાવલો રાજુ ચૌહાણ ઉ.વ.૨૧ ને વિવિધ ગુનાહિત પ્રવૃત્તિ ઓ સબબ ભાવનગર શહેર-જિલ્લા માથી તડીપાર કરવામાં આવ્યો હતો પરંતુ આ શખ્સ તડીપાર કરાયા બાદ ફરી પોતાના ઘરે રહેવા આવી જતાં એસઓજી ની ટીમે તેનાં ઘરે દરોડો પાડી ભાવિક ઉર્ફે ભાવેશ ઉર્ફે ભાવલાને ઝડપી લીધો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Previous articleસાળંગપુર હનુમાનજીદાદાને નવરાત્રી નિમિત્તે દાંડીયા, ગરબાનો શણગાર
Next articleત્રીજા નોરતે શેરી-સોસાયટીની સાથે સંસ્થાઓ દ્વારા રાસ ગરબાની જમાવટ