સાળંગપુર હનુમાનજીદાદાને નવરાત્રી નિમિત્તે દાંડીયા, ગરબાનો શણગાર

723

હાલ નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે.ત્યારે આજરોજ બોટાદ જીલ્લાના સાંળંગપુર ગામે આવેલ વિશ્વપ્રસિધ્ધ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા ને નવરાત્રી નિમિત્તે ત્રીજા નોરતે શનિવારે રંગબેરંગી ટ્રેડીશનલ વાઘા પહેરાવી,રંગબેરંગી દાંડીયા અને ગરબા નો શણગાર કરવામાં આવ્યો હતો.શાસ્ત્રી હરીપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા) તથા કોઠારીસ્વામી વિવેક સાગરદાસજી સ્વાણી (અથાણાવાળા)ના માર્ગદર્શન હેઠળ ધર્મકીશોરદાસજી સ્વામી(ડી.કે.સ્વામી)તથા મંદીર ના સેવકો દ્રારા નવરાત્રી ના પવિત્ર તહેવાર નિમિત્તે હનુમાનજીદાદા રંગબેરંગી ટ્રેડીશનલ વાઘા પહેરાવી, રંગબબેરંગી દાંડીયા અને ગરબા નો ભવ્ય અદભૂદ શણગાર કરવામાં આવ્યો હતો.મંગળા આરતી,શણગાર આરતી માં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.જ્યારે દેશ-વિદેશ માં વસતા હનુમાનજીદાદાના કરોડો ભક્તોએ આજે શનિવારે નવરાત્રી તહેવારને લઈને ત્રીજા નોરતે હનુમાનજીદાદા ના દિવ્ય શણગાર ના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.