ગુજરાત : સ્વાઇન ફ્લુથી વધુ બે મોત, મૃત્યુઆંક ૩૮

1022

સ્વાઇન ફ્લુના કારણે આજે વધુ બે લોકોના મોત થતાં ખળભળાટ મચી ગયો હતો. આની સાથે જ મોતનો આંકડો વધીને ૩૮ ઉપર પહોંચ્યો હતો. આની સાથે જ મોટી સંખ્યામાં નવા કેસ પણ નોંધાયા છે. ૨૪ કલાકમાં સ્વાઈન ફ્લુના નવા ૩૬ કેસ સપાટી ઉપર આવ્યા છે. આની સાથે જ સ્વાઈન ફ્લુગ્રસ્ત કેસોની સંખ્યા વધીને ૧૩૭૪ ઉપર પહોંચી ગઇ છે. અમદાવાદમાં સ્વાઈન ફ્લુના નવા ૧૨, સુરતમાં ચાર, કચ્છમાં ૪, ગાંધીનગરમાં ૩, ભાવનગરમાં બે કેસો સપાટી ઉપર આવ્યા છે. અન્યત્ર પણ કેસો સપાટી ઉપર આવ્યા છે. સ્વાઈન ફ્લુના કારણે આતંક અકબંધ રહ્યો છે. સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં એક પછી એક નવા કેસ સપાટી ઉપર આવ્યા છે. મોનસુનની સિઝનની પૂર્ણાહૂતિ થઇ ચુકી છે અને ધીમીગતિએ ઠંડીની શરૂઆત થવા જઇ રહી છે ત્યારે સ્વાઈન ફ્લુના કેસોમાં ચિંતાજનકરીતે વધારો થઇ રહ્યો છે. પહેલી સપ્ટેમ્બર બાદથી સ્વાઈન ફ્લુગ્રસ્ત દર્દીઓના મોતનો આંકડો ૩૮ પર પહોંચી ચુક્યો છે. અમદાવાદમાં સ્વાઈન ફ્લુના સૌથી વધુ મામલા નોંધાયા છે. અમદાવાદની વાત કરવામાં આવે તો શહેરની હોસ્પિટલોમાં સ્વાઈન ફ્લુના ઓક્ટોબર મહિનામાં જ અનેક નવા કેસો નોંધાઈ ચુક્યા છે.

ગુજરાતમાં સ્વાઈન ફ્લુના કારણે મોતનો આંકડો સપ્ટેમ્બર બાદ ૩૮ ઉપર પહોંચ્યો છે જ્યારે આ વર્ષે હજુ સુધી ૫૫ના મોત થઇ ચુક્યા છે. અમદાવાદ શહેરમાં મોત થવા માટેના કારણોમાં પુરતી સુવિધાનો પણ અભાવ દેખાઈ રહ્યો છે. પહેલી સપ્ટેમ્બર બાદથી રાજ્યમાં સ્વાઈન ફ્લુના ૧૩૭૪થી પણ વધુ કેસો નોંધાઈ ચુક્યા છે. સ્વાઈન ફ્લુના આંકડાઓને લઇને વિરોધાભાષી અહેવાલ આવી રહ્યા છે. આંકડા છુપાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ પણ થઇ રહ્યા છે. ગુજરાત સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વાઈન ફ્લુના જુદા જુદા આંકડા આપવામાં આવી રહ્યા છે જેથી મિડિયામાં પણ સ્વાઈન ફ્લુના કેસોના આંકડા જુદા જુદા નોંધાઈ રહ્યા છે. સ્વાઈન ફ્લુના કેસો હજુ પણ નોેંધાય તેવી શક્યતા છે. સ્વાઈન ફ્લુના લીધે તંત્ર સંપૂર્ણ સજ્જ છે. હજુ પણ ૩૬૭ દર્દીઓ સારવાર હેઠળ છે. પહેલી સપ્ટેમ્બર બાદથી અમદાવાદમાં સ્વાઈન ફ્લુના સૌથી વધુ ૫૮૪ કેસ નોંધાઈ ચુક્યા છે. અમદાવાદમાં મોતનો આંકડો સપ્ટેમ્બર બાદથી ૧૬ ઉપર પહોંચી ચુક્યો છે. આજે લીંમડીની એક મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું. નવા ૩૬ કેસની સાથે જ કેસોની સંખ્યા વધીને ૧૩૭૪ સુધી પહોંચી ગઈ છે. સૌથી વધારે મોત અમદાવાદમાં નોંધાયા છે. બીજી બાજુ જાણકાર લોકોનું કહેવું છે કે, અમદાવાદમાં મોતનો આંકડો વધુ હોઈ શકે છે. સ્વાઈન ફ્લુને લઇને માહિતી છુપાવવામાં આવી રહી છે.

સ્વાઈન ફ્લુને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં તેની અસર દેખાઈ રહી નથી. કેસોની સંખ્યા સતત વધી રહી છે. રાજ્યભરમાં સેંકડો કેસો નોંધાયા છે અને મોટી સંખ્યામાં હાલ લોકો સારવાર હેઠળ છે. જુદા જુદા વિસ્તારોમાં સ્વાઈન ફ્લુને રોકવા માટે બનતા તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં કેસોની સંખ્યા ચિંતાજનકરીતે વધી રહી છે. જરૂરી દવાનો જથ્થો પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે.

Previous articleતા.૧૫-૧૦-ર૦૧૮ થી ૨૧-૧૦-ર૦૧૮ સુધીનુંસાપ્તાહિક રાશી ભવિષ્ય
Next articleકૂવામાં ખાબકી ગયેલ સિંહને બચાવવામાં તંત્ર અંતે સફળ