ગુજરાતની સંસ્કૃતિને રૂપેરી પડદા પર ધૂમ મચાવી રહી છે ફિલ્મ “જીવન આખ્યાન” હવે સીનેમાઘરો

105

આ ગુજરાતી ફિલ્મ નું નિર્માણ સાનવી ફિલ્મ પ્રોડકશન અને ભાવનગર ના જ જાણીતા ‘8 આઈસ પ્રોડક્શન ‘ દ્વારા કરવામાં આવ્યું છે. “જીવન આખ્યાન” આ વાર્તા એક એવા શેરીના સુપર સ્ટાર ની છે જેને આખ્યાન રમવાની કળા તેના પિતાના વારસામાં મળી છે, અને આ વાત નો વસવસો તેના પિતાને પણ છે. કારણ કે આજકાલ ના આ ટિક્ટોક, ડીજીટલ જગત અને વેબસીરીઝ ના જમાનામાં ગામ શેરી માં રહેલી લોકકલાઓ વિસરાતી જાય છે. આ કલાનો વારસો જાળવી રાખવા માટેના અથાગ પ્રયત્નો થઇ રહ્યા છે, પરંતુ પ્રોત્સાહનોની કમી ને કારણે યોગ્ય પરિણામ મળતા નથી.

વિવિધ સોશિયલ પ્લેટફોર્મ પર નખરા કરીને વધુ માં વધુ ફોલોઅર્સ અને લાઇક્સ મેળવવાવાળાઓ ને રોકડ થી માંડીને એવોર્ડ સુધી ના પ્રોત્સાહનો મળે છે પણ આખી જીંદગી આખ્યાન, ભવાઈ કે શેરી નાટક કરતા અસ્સલ કલાકારો જીવનની આંટીઘૂંટી માં ક્યાંક ખોવાય જાય છે અને જેમની કોઈ નોંધ પણ નથી લેવાતી. આ વાર્તા એવાજ એક કલાકાર ગોપાલ ની છે. “જીવન આખ્યાન” બે પેઢીઓ તથા બે જીવનશૈલિઓ વચ્ચે ના તફાવત અને સંઘર્ષ ને રજુ કરે છે. ફિલ્મ માં ઘણા કલાકારો નવા છે પણ અસલ કલાકારો છે, જેમને તેમના પાત્રો ને બાખુબી નિભાવ્યા છે.
મુખ્ય પાત્રો માં જીત માલવિયા, મનસ્વી પટેલ, ધરમ સાવલાની, તૃપ્તિ જાંબુચા, વિપુલ જાંબુચા, ભાવેશ નાયક, પિયુષ પટેલ,નિશિથ નાયક, અમિત ગલાની , ઉત્તમ કાંસોદરીયા, હિના બેલાની,કિન્નલ નાયક, તારણ ઓઝા, યશરાજ જાંબુચા, હર્ષરાજ જાંબુચા, કુણાલ જાંબુચા, જોલી જાંબુચા, સિદ્ધાર્થ દેસાઈ તથા દેવાંશી જાનીએ અભિનય ના ઓજસ પાથર્યા છે.
ફિલ્મ ની વાર્તા તથા ગીતો મૂળ ભાવનગરના જ એવા વિપુલ બાબુભાઇ જાબુંચાએ લખ્યા છે જેને સંગીતબદ્ધ કર્યા છે ગુજરાતી સિનેજગત ના જાણીતા સંગીતકાર પંકજ ભટ્ટે, હેમંત ચૌહાણ, સાધના સરગમ, ધ્રુવરાજ સિંહ રાણા અને જીગરદાન ગઢવી ના સ્વરો માં ગવાયેલા ગીતો પણ ખુબજ પ્રચલિત થયેલ છે. એકદમ નવા વિષય અને નવા રંગો થી સજાવાયેલ આ ફિલ્મ નું કિશોર આહીર અને તૃપ્તિ જાંબુચા દ્વારા ગત વર્ષે ભાવનગર અને શિહોર વિસ્તાર ખુબજ મહેનત અને કાળજીપૂર્વક નિર્માણ કરવા માં આવેલું હતું. કોરોના જેવી મહામારી ને કાબુમાં લેવા માટે ના સરકારી પ્રતિબંધો ના કારણે આ ફિલ્મ ઘણા સમય થી તૈયાર થઇ ને રજુ થવાની રાહે રોકાયેલ હતી પરંતુ હવે આખરે સરકાર દ્વારા પરવાનગી આપતા જોશભેર ગુજરાતભરના સિનેમાઘરોમાં આગામી 22 ઓક્ટોબરે રિલીઝ થવા જઈ રહી છે ત્યારે ભાવનગર, સૌરાષ્ટ્રની સંસ્કૃતિને ઉજાગર કરતી લોકકળા ને દર્શાવે છે તેથી આ વિસ્તારોના દર્શકોથી માંડીને ગુજરાતના અને ગુજરાત બહાર રહેતા ગુજરાતીઓ ને પણ આ ફિલ્મ જરૂર ગમશે તેમ ફિલ્મના કલાકારો અને નિર્માતાઓનું કહેવું છે. ભાવનગર, અમરેલી, બોટાદ, રાજકોટ, જામનગર, કચ્છ અને ભૂજ માં રહેતા ભવાઈ અને આખ્યાન કલાકારોને આ ફિલ્મના નિર્માતાઓ દ્વારા ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે જેઓ નીચે આપેલા નંબર પર સંપર્ક કરીને મફત ટીકીટ મેળવી શકે છે.

Previous articleએક વર્ષ પહેલાં ભાવનગરની પિરછલ્લા શેરીમાં યુવાન ઉપર જીવલેણ હુમલો કરનાર શખ્સને આજીવન કેદની સજા
Next articleલોક સંસાર પેપરના વલભીપુરના યુવા પત્રકાર ધર્મેન્દ્રસિંહ સોલંકીનો જન્મદિવસ