બોટાદ જિલ્લાના ગૌરક્ષા સમિતિ, સુયૅ સેના, કરણી સેના વગેરે જેવી સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા તમામ સંસ્થાઓના અગ્રણી શ્રી સામતભાઇ જેબલિયાના નેતૃત્વમાં પોલીસના ગ્રેડ પેની માંગણીના સંદર્ભમાં તેમના સમર્થનમાં આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ ૨૯- ૧૦- ૨૦૨૧ના રોજ યોજવામાં આવ્યો. મુખ્યમંત્રીના સંબોધન કરીને અપાયેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે પોલીસ તંત્રના વિવિધ કર્મચારીઓની યોગ્ય અને વ્યાજબી માંગણી છે. તે સંતોષાય જાય તે માટે અમો વિવિધ સંગઠનો તેમને સમર્થન આપીએ છીએ. સરકારશ્રીએ વ્યાજબી રજૂઆતને સાંભળીને યોગ્ય ન્યાય કરવો જોઈએ. સાથે રજૂઆતમાંશ્રી રાજુભાઈ ખાચર, અમીરાજ ભાઈ ધાધલ, હરપાલ સિંહ સોલંકી, સહદેવસિંહ ગોહિલ અને સૂર્ય દીપ સિંહ વગેરે યુવાનો મોટી સંખ્યામાં જોડાયાં હતાં.



















