દેશમાં કોરોના વાયરસના ૧૧૮૦ નવા કેસ નોંધાયા

92

કુલ રસીકરણનો આંકડો ૧૧૧૪૦૪૮૧૩૪ પર પહોંચ્યો જે પૈકી ૫૮૪૨૫૩૦ને ગઈકાલે રસી આપવામાં આવી
નવી દિલ્હી, તા.૧૩
ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ ૩૬માં દિવસે કોરનાના નવા કેસ ૨૦ હજારથી નીચે રહ્યા છે. જ્યારે સળંગ ૧૩૯માં દિવસે કોરોનાના નવા કેસ ૫૦ હજારથી નીચે નોંધાયા છે. જોકે છેલ્લા બે દિવસથી કોરોના સંક્રમિતોના મોતની સંખ્યામાં વધારો થયો છે. શુક્રવારે દેશમાં ૧૨,૫૧૬ નવા કેસ નોંધાયા હતા અને ૫૦૧ લોકોના મોત થયા હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા છેલ્લા ૧૧,૮૦ નવા કેસ નોંધાયા છે અને ૫૫૫ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. ૧૪,૪૦૩ લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૨૭૪ દિવસના નીચલા સ્તર ૧,૩૬,૩૦૮ પર પહોંચી છે. દેશમાં કુલ રસીકરણનો આંકડો ૧૧૧,૪૦,૪૮,૧૩૪ પર પહોંચ્યો છે. જે પૈકી ૫૮,૪૨,૫૩૦ લોકોને ગઈકાલે રસી આપવામાં આવી હતી. નેશનલ કોવડ-૧૯ રિકવરી રેટ ૯૮.૫૬ ટકા છે. જે માર્ચ ૨૦૨૦ પછીનો સૌથી વધુ છે. દૈનિક પોઝિટિવિટી રેટ ૧.૦૭ ટકા છે. અમદાવાદમાં કોરોના વેકિસનનો બીજો ડોઝ ન લેનારાઓને જાહેર સ્થળોએ પ્રવેશ ના આપવાના નિર્ણયનો અમલ કરવામાં આવ્યો હતો. જેના પરીણામે બી.આર.ટી.એસ.,એ.એમ.ટી.એસ. ઉપરાંત શહેરમાં આવેલા બગીચાઓ અને કાંકરીયા લેકફ્રન્ટ પરિસર ખાતેથી કોરોના વેકિસનનો બીજો ડોઝ નહીં લેનારા પાંચ હજારથી વધુ લોકોને પ્રવેશ આપવામાં આવ્યો નહોતો અને તમામને પરત મોકલવામાં આવ્યા હતા.

Previous articleદિલ્હીમાં શાળા બંધ, સરકારી કર્મચારી ઘરેથી કરશે કામ
Next articleભાવનગર શહેરના બોરતળાવમાંથી એક અજાણ્યા યુવાનની લાશ મળી