જુગારના પટમાં પડેલ રોકડ રકમ તથા મોબાઈલ મળી કુલ રૂ ૫૯.૪૭૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો
ભાવનગર જિલ્લાના ગારીયાધાર મા શનિવારે મોડી રાત્રે પેટ્રોલીંગમા નિકળેલ પોલીસ જવાનોએ સરાજાહેર જુગારની બાજી માંડીને બેસેલા આઠ બાજીગરોને ૫૯ હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. સમગ્ર બનાવ અંગે ગારીયાધાર પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર ગત શનિવારે રાત્રે ગારીયાધાર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીંગમા હોય એ દરમ્યાન ટીમને બાતમી મળી હતી કે ઘાંચીવાડ વિસ્તારમાં સિપાઈ જમાતખાના સામે ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટલાઈટ ના અજવાળે કેટલાક શખ્સો જુગાર રમે છે જે હકીકત આધારે ટીમે ઘાંચીવાડ વિસ્તારમાં રેડ કરતાં સ્ટ્રીટલાઈટ ના અજવાળે પૈસા-પાનાં વડે તિનપત્તીનો હાર-જીતનો જુગાર રમતાં આઠ શખ્સો આબાદ ઝડપાયા હતાં જેમાં સુલતાન અલારખ બાવનકા ઉ.વ.૨૫,અકરમ અનવર માણકા ઉ.વ.૨૫,આસિફ યુનુસ સમજાણી ઉ.વ.૩૦,અલ્તાફ બિલાલ નાથાણી ઉ.વ.૨૮ અકરમ ગની મુસાણી અલ્તાફ બશીર આમદાણી ઉ.વ.૨૨, અકરમ અબ્દુલ કાબરીયા ઉ.વ.૧૯ તથા અબ્દુલ દાદન શાહ રે.તમામ ગારીયાધાર વાળાઓને જુગારના પટમાં પડેલ રોકડ રકમ તથા સાત મોબાઈલ જુગારના સાહિત્ય મળી કુલ રૂ.૫૯,૪૭૦/-ના મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગારધારા-૧૨ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.