ગુજરાતમાં ચૂંટણી પહેલાં મોટે પાયે ઉથલપાથલ થશે અને ઝ્રસ્ અને પ્રદેશ પ્રમુખ બદલવા હિલચાલ હાથ ધરવામાં આવી છે. ભાજપ દ્વારા નવા મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલ કે મનસુખ માંડવિયાને હોદ્દો સોંપવામાં આવશે તેવા વહેતા થયેલા સમાચારો વચ્ચે મનસુખ માંડવિયાએ આ સમાચારોનું ખંડન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, ” હું કોઈ ઝ્રસ્ની રેસમાં નથી. આ એક અફવા છે. રાજ્યમાં વિજય રૂપાણીની આગેવાનીમાં સરકાર ચાલે છે અને એજ ચાલશે. હું કેન્દ્ર સરકાર મંત્રી છું અને એજ જવાબદારીમાં રહીશ. રાજ્યના ઝ્રસ્ બદલવાના નથી.”
ઉલ્લેખનિય છે કે કમલમ્ ખાતે ૩૦ મેના રોજ દિવસભર ચાલેલા બેઠકોના દોર વચ્ચે લોકસભાની ચૂંટણી પહેલાં મોટેપાયે ઉથલપાથલ અને ઝ્રસ્ અને પ્રદેશ પ્રમુખ બદલવા હિલચાલ તેવી વાત વહેતી થઈ હતી. કમલમ્ ખાતે ચાલેલા બેઠકોના દોરમાં એક અલગ જ પ્રકારનો નિર્ણય લેવાયો હોવાનું સામે આવ્યું છે. આ બેઠકમાં ગુજરાત ભાજપમાં ધરમુળથી પરિવર્તન આણવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પણ કહેવામાં આવી રહ્યું હતું. જેમાં પ્રદેશ પ્રમુખથી માંડીને મુખ્યમંત્રી સુધીનાં નેતાઓેને બદલવા અંગેનો વ્યુહ ઘડી કાઢવામાં આવ્યો હોવાનું સુત્રો જણાવવામાં આવ્યું હતું. એટલું જ નહિં ગુજરાતનાં મુખ્યમંત્રી જ બદલી નાખવાની કવાયત આરંભી દેવાઇ છે, પાટીદારોને રિઝવવા માટે ભાજપ દ્વારા નવા મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલ અથવા મનસુખ માંડવીયાને લોન્ચ કરવામાં આવી શકે છે, તેમ વાત વહેતી થઈ હતી.


















