ગાંધીનગરના કુડાસણ ખાતે સેવન વન્ડર હોટેલ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

1441

આજે વર્લ્ડ બ્લડ ડોનેશન ડે નિમિત્તે હોટેલ સેવન વન્ડર, કુડાસણ, ગાંધીનગર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. ગુજરાતના ઈતિહાસમાં કોઈ હોટલ મેનેજમેન્ટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ પ્રથમવાર યોજાયો હતો.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય શંભુજી ઠાકોર, ગુડાના ચેરમેન આશિષભાઈ દવે, ગાંધીનગર કોર્પોરેશનના ડેપ્યુટી મેયર દેવેન્દ્રસિંહ ચાવડા, કોર્પોરેટર નરેશભાઈ પરમાર, પ્રદેશ યુવા મોરચાના ધવલભાઈ દવે, મુકેશભાઈ જાની, જીગ્નેશભાઈ ઠકકર, ગુજરાત ગૌસંરક્ષણના અધ્યક્ષ મયુરભાઈ ઠકકર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બ્લડ ડોનેશન કેમ્પનુુ આયોજન સેવન વન્ડર હોટેલના માલિક ભરતભાઈ ઠકકર દ્વારા કરાયુ હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં ટોટલ પ૭ રકતદાતાઓએ રકતદાન કર્યું હતું.

Previous articleબુધેલ ચોકડી નજીક ટ્રક ચાલક પર જીવલેણ હુમલો કરનાર બે ઝડપાયા
Next articleસઇજ ગામ ખાતે સુનૈયના તોમરના હસ્તે બાળકોની પ્રવેશવિધી સંપન્ન