આજીવિકા એકસપ્રેસ યોજના અન્વયે સુઘડ ખાતે બે સ્કુલવાન અર્પણ કરાઇ

1562

એન.આર.એલ.એમ. તથા સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત આજીવિકા એકસપ્રેસ યોજના (એ.જી.ઇ.વાય) શરુ કરવામાં આવી છે. જેનો મુખ્ય હેતુ અંતરીયાળ વિસ્તાર અને છુટા છવાયા જુથો કે જયાં શાળા શરુ કરવી શકય ન હોય તેવા વિસ્તારનાં બાળકો માટે ઘરથી શાળા સુધી ટ્રાન્સપોર્ટેશન સુવિધા પુરી પાડવાનો છે.

આ યોજના અંતર્ગત આજરોજ સુઘડ ગામનાં વણઝારાવાસમાં વસતાં ૬૦ બાળકો માટે બે સ્કુલ વાન લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા વિકાસ અધિકારી, ગાંધીનગર હિતેષ કોયા, સર્વ શિક્ષા અભિયાન, ગાંધીનગર, અધિક સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટર જયશ્રી દેવાંગન, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ગાંધીનગર નિયામક જી.પી. બ્રહમભટૃ, તથા સુઘડ ગામના સરપંચ ધ્વારા લીલી ઝંડી આપી બન્ને સ્કુલ વાનનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું

Previous articleહાજીપુરમાંથી જુગારધામ ઝડપાયું એક લાખની રોકડ સાથે ૫ની ધરપકડ
Next articleજાફરાબાદ તાલુકા પંચાયત પ્રમુખ અસરગ્રસ્ત ગામોની વ્હારે ચડ્યા