બોટાદ જીલ્લાના રાણપુરમાં પી.એસ.આઈ.એસ એન રામાણીની ગાંધીનગર વિજીલ્યન્સ સ્કોર્ડમાં બદલી થતા રાણપુરમાં પી.એસ.આઈ.તરીકે કડક અધિકારી તરીકે નામના મેળવનાર મહીલા પીએસસાઈ વી.એમ.કામળીયા ને રાણપુર પોલીસ સ્ટેશન નો ચાર્જ સોપવામાં આવતા રાણપુર અને રાણપુર તાલુકામાં અસામાજીક તત્વો,વ્યાજ વટાવ, દારૂ, જુગાર, રોમીયોગીરી કરતા લોકો માં ફફડાટ ફેલાઈ ગયો છે આ અંગે રાણપુરમાં નવનિયુક્ત મહીલા પીએસઆઈ વી.એમ.કામળીયાએ જણાવ્યુ હતુ કે રાણપુર તથા રાણપુર તાલુકામાં અસામાજીક તત્વો, દારૂ, જુગાર, રોમીયોગીરી તથા ટ્રાફીક જેવા તમામ પ્રશ્ને કડક માં કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે.



















