કુંઢેલી, દેવળીયા, દાત્રડ, ટાઢાવડ સહિત ગામોમાં જોરદાર વરસાદ

1462

તળાજા પંથકમાં કુંઢેલી ગામ સહિતના વિસ્તારોમાં આજે દોઢ થી બે ઈંચ વરસાદ વરસ્યો હતો. બપોરે ઝાપટારૂપે શરૂ થયેલો વરસાદ સાંજના સમયે સતત શરૂ રહેતા નદી-નાળા છલકાયા હતા. શરૂ રહેલા મીઠાપાણીના ગણાતા મઘા નક્ષત્રમાં થયેલા આ વરસાદી પાણીથી ખેડીવાડીની ઉભેલી મોલાતને ખૂબ ફાયદો થશે. કુંઢેલી તેમજ આજુબાજુના દેવળીયા, દાંત્રડ, ટાઢાવડ, ઘાંટરવાળા, ઠાડચ, રાજપરા વગેરે ગામોમાં પણ સારો વરસાદ નોંધાયો હતો.

Previous articleકેરળ પૂરગ્રસ્ત માટે પેટીએમ માલિકે દસ હજારનું દાન આપતા ટ્રોલ થયા
Next articleઘોઘા અને જેસર પંથકમાં દોઢ ઈંચ વરસાદ