ભુદેવોએ સામુહીક યજ્ઞોપવિત બદલાવી

856

સમસ્ત બ્રહ્મ સમાજનાં ભુદેવો શ્રાવણ સુદ પૂનમ બળેવનાં દિવસે પોતે ધારણ કરેલી યજ્ઞોપવિત (જનોઈ)બદલાવતા હોય છે. ત્યારે ભાવનગર શહેરમાં વિવીધ ગ્રૃપો દ્વારા મંદિરોમાં સમુહ જનોઈ બદલાવવાનાં કાર્યક્રમો યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં ભુદેવોએ ઉપસ્થિત રહીને મંત્રોચ્ચાર સાથે યજ્ઞોપવિત બદલાવી હતી.

શ્રાવણસુદ પૂનમનાં દિવસે નાળીયેરી પૂર્ણિમા, રક્ષાબંધન અને બળેવ એમ ત્રિવીધ પર્વની ઉજવણી કરવામાં આવે છે જેનાં ભાગરૂપે આજે શહેરનાં પૌરાણિક જશોેનાથ મહાદેવ મંદિર અને ભરતનગરનાં રક્ષેશ્વર મહાદેવ મંદિર ખાતે સમસ્ત ભુદેવો માટે સમુહ યજ્ઞોપવિત બદલાવવાનાં કાર્યક્રમો યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં ભુદેવોએ ઉપસ્થિત રહીને વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન અર્ચન કરીને યજ્ઞોપવિત બદલાવી હતી તો અનેક ભુદેવોએ પોતાના ઘરે જ પૂજન અર્ચન કરીને યજ્ઞોપવિત બદલાવી હતી સમુહ યજ્ઞોપવિતની સાથે સમુહ બ્રહ્મભોજનનાં કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા.

આમ ભાવનગર શહેરમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આસ્થાભેર બળેવ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

Previous articleલાકડીયા પુલ, દરિયે મેળો ભરાયો
Next articleદુર્ગાવાહીનીઓએ જવાનોને રાખડી બાંધી