હવે મ્યુ.કમિશ્નરો બનશે સત્તામંડળના અધ્યક્ષ

1255

શહેરોની સુવિધાના વિકાસ માટે રાજ્યના ૮ મહાનગરોમાં શહેરી વિકાસ સત્તા મંડળના અધ્યક્ષ તરીકે હવેથી મ્યુનિસિપલ કમિશ્નરોને મુખ્યમંત્રી રૂપાણી દ્વારા નિમણુંક કરાતા હવેથી રાજકિય આગેવાનો શહેરી વિકાસ સત્તા મંડળના ચેરમેન બની શકશે નહીં.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના આઠ મહાનગરોના શહેરી વિકાસ સત્તામંડળોના અધ્યક્ષ તરીકે સંબંધિત મહાનગરોના કમિશનરઓને નિમણૂંક આપવાનો નિર્ણય કર્યો છે. હાલ બહુધા સત્તામંડળોના અધ્યક્ષ તરીકે જે-તે જિલ્લાના કલેકટર કાર્યભાર સંભાળે છે. જિલ્લા વહીવટીતંત્રના વડા તરીકે કલેકટરઓ મહેસૂલી કામગીરી સાથોસાથ રાજ્ય સરકારની અન્ય જનહિતલક્ષી કામગીરી તેમજ સેવા સેતુ પર વધુ ધ્યાન કેન્દ્રીત કરી શકે તેવો ઉદાત્ત અભિગમ મુખ્યમંત્રીના આ નિર્ણયમાં અભિપ્રેત છે. મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર હવેથી અમદાવાદ (ઔડા), વડોદરા (વુડા), સુરત (સુડા), રાજકોટ (રૂડા), જામનગર (જાડા), ભાવનગર (બાડા), જૂનાગઢ (જૂડા) અને ગાંધીનગર (ગુડા)ના શહેરી વિકાસ સત્તામંડળોના અધ્યક્ષ તરીકે આ મહાનગરોના મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ  કાર્ય કરશે. રાજ્યમાં શહેરી વિકાસ સંબંધિત કામગીરીમાં શહેરી વિકાસ વિભાગ અને શહેરી મ્યુનિસિપલ સત્તાતંત્રના વડા કમિશનરઓ વચ્ચે સાતત્ય, સંકલન જળવાઇ રહે અને વિકાસલક્ષી કામો તથા શહેરી સુખાકારીમાં વધુ ત્વરિતતા અને ગતિ લાવવાના હેતુથી મુખ્યમંત્રીએ શહેરી વિકાસ સત્તામંડળોમાં અધ્યક્ષ તરીકે હવે મ્યુનિસિપલ કમિશનરઓની નિમણૂંકો કરવાનો આ નિર્ણય કર્યો છે.

Previous articleનર્મદા : સિંચાઈ યોજના હેઠળ ૭૩૦ કરોડની સહાયને મંજુરી
Next articleબાડાના અધ્યક્ષ પદે કમિશ્નર ગાંધી અને ગુડામાં અમરાની અધ્યક્ષ બનશે