આરસીબીના મુખ્ય કોચ તરીકે ગેરી કસ્ટર્નની નિમણૂંક

1072

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ટીમ રૉયલ ચેલેન્જર્સ બેગ્લુંરુએ ભારતીય ટીમના પૂર્વ કૉચ ગેરી કસ્ટર્નને પોતાનો મુખ્ય હેડ કૉચ તરીકે નિયુક્ત કર્યો છે. કર્સ્ટન પૂર્વ કૉચ ડેનિયલ વિટ્ટોરીનું સ્થાન લેશે.

કર્સ્ટને ભારતને ૨૦૧૧માં વર્લ્ડકપ અપાવ્યો હતો, કર્સ્ટન ગઇ સિઝનમાં બેગ્લુંરુની સાથે બેટિંગ કૉચ તરીકે જોડાયેલો હતો. બેગ્લુંરુનો મુખ્ય કૉચ બનવા પાર કર્સ્ટને કહ્યું કે, ’મને ગઇ સિઝનમાં વિટ્ટોરીની સાથે બેગ્લુંરુ ટીમમાં કામ કરવાનો મોકો મળ્યો હતો, જેનો મે ફાયદો પણ ઉઠાવ્યો હતો. હું બેગ્લુંરુ સાથે મારો સફર ચાલુ રાખવા માટે હુ પુરેપુરો તૈયાર છું.’ તેમને કહ્યું કે, ટીમ મેનેજમેન્ટે જે મારા પર આ પદ માટે જવાબદારી સોંપી છે, તે માટે હું આભારી છું, આશા છે કે આવનારા દિવસોમાં અમે સક્સેસ થઇશું.

 

Previous articleએશિયા કપમાં હાર્દિક પાકિસ્તાનને ભારે પડશે : જોન્સન
Next articleવાર્ડબિજ સાથે ધોનીનો ૧૫ કરોડનો ત્રણ વર્ષ માટે કરાર