તળાજા જયજનની વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓ દ્વારા ગણેશ સ્થાપના

794

તળાજાની જય જનની વિદ્યાપીઠ સ્કુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓે ઈકો ફ્રેન્ડલી માટીના ગણેશ બનાવ્યા અને જીવન ભર માટીના જ ગણેશજીની સ્થાપના કરવામાં આવશે તેવો દરેક વિદ્યાર્થીઓએ સંકલ્પ લીધો. સંચાલધક ધર્મેશભાઈ અને આચાર્ય ભાવેશભાઈએ જણાવ્યું હતું કે દર વર્ષે માટીના ગણેશ બનાવવા માટે વિદ્યાર્થીઓને આહ્વાન કર્યું હતું. તમામ વિદ્યાર્થીઓ પોતાના ઘરે અને ગામ પણ માટીની મૂર્તિ લઈને સ્થાપના કરે છે જેથી પર્યાવરણ અને નુકસાન નહીં થાઈ તેમ પાણીનો બગાડ નહીં થાઈ તેમ જય જનની વિદ્યાલયમાં ઈકો ફ્રેન્ડલી માટીના ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

Previous articleતક્ષશિલ વિદ્યાપીઠમાં ગજાનંદની સ્થાપના
Next articleરાજુલાના ૭ર ગામના વિકાસ માટે માત્ર રૂા. સવા કરોડ ફાળવાતા સરપંચોમાં રોષ