ધંધુકાના મુખ્ય ટાવરચોક, માળીવાડા અને અંબાપુરા દરવાજા ખાતે વર્ષોથી ગણેશજીનું સ્થાપન, ત્યાર બાદ અન્ય સોસાયટી વિસ્તારો મળી કુલ નાના મોટા રપ જ ેટલી ગણેશજીની મુર્તિઓ લઈ ધર્મપ્રેમી ભક્તો ગણપતિ વિસર્જન જોડાયા હતાં.
આજના ગણપતિ વિસર્જન શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં ભાવિકતો જોડાયા છે. ધંધુકાની ચારે બાજુથી આવતા ગણપતિ મંડળો ગણેશજીની મુર્તિઓ સાથે ડી.જે.ના તાલે જુમતા મુખ્ય માર્ગો પરથી પસાર થઈ રહ્યા છે. જેનો નજારો આહલાદક છે ચાલુ સાલે પો. સ્ટેશન ધંધુકા ખાતે પણ પોલીસ સ્ટાફ દ્વારા દુધાળા દેવ એવા ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવેલ. વર્ષોથી અન્યત્ર સોસાયટી વિસ્તારોમાં પ્રોફેસર સોસાયટી, પ્લોટ વિસ્તાર, કોલેજ રોડ વિસ્તારની મુર્તિઓ ભક્તો દ્વારા મનમોહન સ્થાપિત કરાય છે. આજે બપોરે ર વાગ્યાના સુમારે અલગ-અલગ ગણપતિ મંડળો દ્વારા ગણપતિ વિસર્જન માટે પ્રસ્થાન કરી બિસ્લા સર્કલ ખાતે તમામ વીસ્તારોની શોભાયાત્રાઓ આવી પહોંચી હતી ત્યારે સમગ્ર વાતાવરણ ગણપતિ બાપા મોરિયા અગલે બરસ તું જ લ્દી આનાના નાદથી ગુંજી ઉઠતું હતું. ડિ.જે.ના તાલથી યુવકો, યુવતિઓ, ભુલકાઓ, મહિલાઓ ભક્તિના રંગે રંગાયા હતાં. જોરશોરથી પુરૂષ વર્ગ ઝુમતો નજરે પડી રહ્યો હતો. આમ ભક્તો ધીમી ગતિએ ગણપતિ વિસર્જન માટે આગળ ધપી રહ્યા હતાં. જાણે કે ગણપતિ વિસર્જન હોવું જ ના જોઈએ. તેવો હાવભાવ પણ ભક્તોમાં જોવા મળતો હતો. ગણપતિ વિસર્જન રૂઠ પર પી.આઈ. ધંધુકા, પીએસઆઈ રાઠોડ, પોલીસ સ્ટાફ, હોમગાર્ડ જવાનો સહિતનો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.



















