એપલના સીઈઓએ કહ્યુંઃ ’ગે હોવા પર મને ગર્વ છે’

658

એપલના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) ટિમ કૂકે કહ્યું કે, તેના માટે ગે હોવું એ ભગવાનની સૌથી મોટી ભેટ છે. ૩૦ ઓક્ટોબર, ૨૦૧૪ના રોટ ટિમે વિશ્વની એક જાણીતી કંપનીના પ્રથમ ગે સીઈઓ તરીકે પોતાની ઓળખનો ખુલાસો કર્યો હતો. જોકે આ પહેલા તેની ગે હોવાની અફવાઓ ઘણાં સમયથી ચાલી રહી હતી, પરંતુ તેમણે ક્યારેય તેની પુષ્ટિ કરી ન હતી. કૂકે કહ્યું કે, તે પોતાના વ્યક્તિત્વ અને પોતાના નિર્ણયથી ખુશ હતા.

૫૩ વર્ષીય ટિમ કૂકે બ્લૂમબર્ગ બિઝનેસવીક માટે લખ્યું કે, મે ક્યારે આ વાત છૂપાવી નથી, પરંતુ અત્યાર સુધી મે આ વાતને જાહેરમાં મેં ક્યારેય સ્વીકારી પણ ન હતી. જેથી હું સ્પષ્ટ કરવા માંગુ છું કે, મને ગે હોવા પર ગર્વ છે અને ગે હોવું મને ભગવાન તરફથી મળેલી મોટી ભેટ માનું છું. કૂકના આ ખૂલાસાથી તેમની ઓળખ એક એવા ઉંચા પદ પર રહેલા સીઈઓ તરીકે થઈ ગઈ છે, જે ગે છે. તેમણે લખ્યું છે કે, ગે હોવાથી મને એ વાતનો ઉંડી સમજ થઈ કે, અલ્પસંખ્યક હોવાથી શું થાય છે. આ બધા પડકાર વચ્ચે મને આશાની એક કિરણ જોવા મળી, જે અન્ય અલ્પસંખ્યક સમૂહોને દરરોજ સામનો કરવાનો હોય છે. આ મને વધુ સહાનુભૂતીવાળો બનાવે છે અને આનાથી જીવન સમૃદ્ધ હોય છે.

Previous article“દેખો યે હૈ મુંબઈ રિયલ લાઈફ” નીરજ વોરાની છેલ્લી ફિલ્મ!
Next articleધોનીનો ખેલ ખતમ થઈ ગયો હોવાની ચાહકોમાં નવી ચર્ચા