ઇન્ડોનેશિયા : લાયન એરમાં સવાર તમામ 189 યાત્રીઓનાં મોત

872

ઇન્ડોનેશિયામાં સોમવારે સવારે થયેલી વિમાન દુર્ઘટના બાદ રાહત અને બચાવ કાર્યમાં ઉતરેલા દળે પૃષ્ટી કરી છે કે વિમાનમાં બેઠેલા તમામ યાત્રીઓનાં મોત નિપજ્યાં છે. આ સમાચાર એઝન્સીઓનાં હવાલાથી આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઇન્ડોનેશિયામાં સોમવારે સવારે એક મોટી વિમાન દુર્ઘટના થઇ. અહીં ઇન્ડોનેશિયન એરલાઇન્સ લોયન એરનું વિમાન સોમવારે સવારે ગુમ થઇ ગયા બાદ સાગરમાં ક્રેશ થઇ ગયું હતું. વિમાનનો કાટમાળ મળી આવ્યો છે. ઘટના સ્થળ પર રાહત અને બચાવ કાર્ય ચાલુ કરી દેવામાં આવ્યું છે.

વિમાનમાં 189 યાત્રીઓ બેઠેલા હતા. આ દુર્ઘટના બાદ ઇન્ડોનેશિયન એનર્જી ફર્મ પર્ટેમિનાએ અધિકારીક નિવેદન બહાર પાડીને દુર્ઘટનાની પૃષ્ટી કરી છે. સાથે જ તેણે પોતાનાં નિવેદનમાં કહ્યું કે, જાવાના સમુદ્રી કિનારા પર દુર્ઘટનાગ્રગ્સ વિમાનનો કાટમાળ મળ્યો છે. તેમાં વિમાનની સીટોનો પણ સમાવેશ થાય છે.

Previous articleઅયોધ્યામાં વિવાદાસ્પદ જમીન કોની તે અંગે આજથી સુનાવણી
Next articleરોહિત-રાયડૂની શાનદાર સદી