મહેસાણા : એરપોર્ટમાં વિમાન રન-પે પરથી દિવાલ સાથે ટકરાયું

603

મહેસાણા શહેરમાં આવેલા એરપોર્ટ પર વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. અહીં રન-વે પરથી લપસીને વિમાન એરપોર્ટની દિવાલમાં ઘૂસી ગયું હતું. આ ઘટના પર ખાંકપીછોડો કરવા માટે એરપોર્ટના સત્તાધિશોએ મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ મુકી દીધો હતો. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનીની માહિતી સામે આવી નથી. જ્યારે એરપોર્ટ ઓથોરિટીએ પણ કોઈ સત્તાવાર માહિતી આપી નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર મહેસાણામાં આવેલા એરપોર્ટ પર બપોરના સમયે એક વિમાન રવને પરથી લપસીને સીધું દીવાલ સાથે અથડાયું હતું. નોંધનીય છે કે, મહેસાણામાં ટ્રેનિંગ સ્કૂલ ચાલે છે અને ત્યાં પાયલોટને ટ્રેનિંગ આપવામાં આવે છે. અહીં ચાર સીટર પ્લેન ઉડાળવા માટે તાલિમ આપવામાં આવે છે.

વિમાન અથડાયાની ઘટના બાદ એરપોર્ટમાં  મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો.. વિમાનમાં કોણ સવાર હતું, કોણ વિમાન ઉડાવતું હતું. શું નુકશાન થયું છે કે કોઈ જાનહાની થઈ છે. આ તમામ વિગતો હજુ સુધી બહાર આપી નથી.

Previous articleભાજપ એ કાવતરાખોર પાર્ટી છે, ત્રિભેટે ઉભો છું પરંતુ ભાજપનો રસ્તો બંધ : શંકરસિંહ વાઘેલા
Next articleએશિયાઈ સિંહોની સુરક્ષા માટે હવે ડ્રોનની મદદથી રખાશે બાજ નજર