ઇરફાન વગર ’હિન્દી મિડિયમ’ની સિક્વલ અશક્યઃ ફિલ્મ સર્જક

780

ઇરફાન ખાનને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ હિન્દી મિડિયમની સિક્વલ ઇરફાન ખાનની હાજરી વિના શક્ય નથી એમ એક વર્તુળે કહ્યું હતું. હાલ દસમાંથી નવ માતાપિતા પોતાના સંતાનને ઇંગ્લીશ મિડિયમની સ્કૂલમાં મૂકવાની જે ઘેલછા ધરાવે છે એના પર હિન્દી મિડિયમ ફિલ્મમાં કટાક્ષ કરવામાં આવ્યો હતો અને ફિલ્મને ધાર્યા કરતાં વધુ સારા પ્રતિભાવ તેમજ બિઝનેસ મળ્યાં હતાં.

ઇરફાન ખાનને આ વર્ષના આરંભે મગજમાં કેન્સરની ગાંઠ હોવાનું નિદાન થતાં એ સારવાર લેવા વિદેશ ચાલ્યો ગયો હતો. એના પર કીમિયોથેરપીના સાતેક તબક્કા પસાર થઇ ચૂક્યા છે. તાજેતરની દિવાળી પર એ ચૂપચાપ મુંબઇ આવીને વિદેશ પાછો ચાલ્યો ગયો હતો. ત્યારબાદ એણે કહ્યું હતું કે નજીકના ભવિષ્યમાં હું સ્વદેશ પાછો ફરી શકું એવી કોઇ શક્યતા મને હાલ દેખાતી નથી. ઘણા બધા મેડિકલ ટેસ્ટ્‌સ અને સારવાર બાકી છે.

Previous articleફરહાન અખ્તર અને શિબાની વચ્ચે ઇલુ-ઇલુ..?!!
Next articleઝરીનની આડેધડ ફિલ્મ કરવા માટેની કોઇ પણ યોજના નથી