રાજુલામાં કોમી એકતાના દર્શન ઇસ્લામિક એકટીવ ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો જેમાં જિલ્લા ભાજપ મહામંત્રી રવુભાઇ ખુમાણ, સરપંચ એસોસીએશન પ્રમુખ વિરભદ્રભાઇ ડાભીયા, મહેન્દ્રભાઇ ધાખડા, જેન્તીભાઇ જાની, જિલ્લા વિરોધ પક્ષના નેતા સુકલભાઇ બલદાણીયા, વેપારી એસોસીએશન પ્રમુખ બકુલભાઇ વોરા, કનુભાઇ ધાખડા તાલુકા ભાપ મહામંત્રી, સંજયભાઇ ધાખડા પૂર્વ નગરપાલીકાના પ્રમુખ, ભરતભાઇ જાની વનરાજભાઇ વરૂ સહિત ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં લોહીની ૧૯૦ બોટલનું બ્લડ દાતા દ્વારા પ્રાપ્ત થતા આ બાબતે ઇસ્લામિક એકટીવ ગૃપના નિવેદનમાં જણાવ્યું કે રાજુલા શહેર કે આજુબાજુના વિસ્તારમાં અમારે ભાઇચારાની એક મિસાલ કાયમ કરવી છે અને ભાઇ ભાઇ ને તોડતા લોકોથી સાવધ રહેવા જણાવાયું છે. જેને જેમ રાજકારણ કરવું હોય તે કરે પણ રાજુલામાં શાંતિ નહીં ડહોળાય તે ચોક્કસ પણે અમે માનીયે છીએ. આવા બ્લડ ડોનેશન સિવાય પણ ભાઇચારા માટે આગામી કાર્યક્રમો કરીશું.
















