અમીરગઢ પોલીસ પર ૩ રાઉન્ડ ફાયરિંગ કેસ, શકમંદ ભાગેડૂની લાશ મળી

500

અમીરગઢ ચેકપોસ્ટ પર પોલીસ પર બે દિવસ પહેલા પોલીસે ગાડી રોકતા અંદર બેઠેલા લોકો પૈકીનાએ ફાયરિંગ કર્યું હતું. ૩ રાઉન્ડ ફાયરિંગ બાદ ૨ શખ્સો ફરાર થઈ ગયા હતા. જ્યારે બેની પોલીસે અટકાયત કરી હતી.

જે પૈકીના એક શકમંદ ભાગેડુ યુવકની લાશ મળી હતી. મૃતકની અંગજડતીમાં તેની પાસેથી સેનાનું આઈકાર્ડ મળ્યું હતું. અમીરગઢ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી છે. મૃતકે આપઘાત કર્યો કે અન્ય રીતે તેનું મોત નિપજ્યું તેની તપાસ થઈ રહી છે.

Previous articleઅમદાવાદમાં ચોમાસાની શરૂઆતમાં ઝાડા-ઊલટી અને ટાઇફોઇડના કેસો વધ્યા
Next articleવિસત હાઈવે પર સ્ટંટબાજી કરનાર યુવકોને રોકવા ગયેલી પોલીસ પર હુમલો, ૬ની ધરપકડ