હથિયારનો ઉપયોગ તહેવારમાં નહિ કરી શકાય – પીઆઈ ડોડીયા

491

રાજુલા શહેરમાં આગામી બકરી ઈદ તેમજ જન્માષ્ટમીના તહેવારોને અનુસંઘાને શાંતિ સમિતિની બેઠક મળીહ તી. જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

આ તકે મહિલા પીઆઈ ડોડિયાએ જણાવ્યું હતું કે આગામી ઈદ તેમજ જન્માષ્ટમીના તહેવારોમાં હથિયારો ન રાખવા અપીલ કરી હતી. કાશ્મીરમાં ૩૭૦ કલમ ૩પએની નિર્ણય બાબતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તહેવારોમાં હથિયારો ન રાખવા જણાવ્યું હતું.  આ તકે વેપારી મંડળના પ્રમુખ બકુલભાઈ વોરા વિહિપના પ્રમુખ બિપીનભાઈ વેગડા, મુસ્લિમ સમાજના જુસબભાઈ ભોકીયા, અબ્દુલભાઈ સેલોત તેમજ જન્માષ્ટમી કમિટીના જયંતિભાઈ જાની સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.

Previous articleરાજુલા સંઘવી હાઈસ્કુલ દ્વારા સ્વચ્છતા જાગૃતિ રેલી યોજાઈ
Next articleધંધુકાના બાજરડા ગામે ચતુરી નદી પર પુલ બનાવવાની માંગ ઉઠી..!