રાજુલા સંઘવી હાઈસ્કુલ દ્વારા સ્વચ્છતા જાગૃતિ રેલી યોજાઈ

593

સ્વચ્છતા અભિયાન અંતર્ગત જે.એ.સંઘવી હાઈસ્કુલ રાજુલમાં એનએસ યુનિટ દ્વારા વિદ્યાર્થીઓએ રેલી સુત્રો તેમજ ડોર-ટુ-ડોર સ્વચ્છતા વિશે સમજણ આપી રાજુલાના મફતપરા વિસ્તારમાં સફાઈ તેમજ સુત્રો લખવામાં આવ્યા આ અંગેનું સમગ્ર માર્ગ્દર્શન પ્રિન્સિપાલ વાઘે આપ્યું તેમજ શાળાના તમામ શિક્ષકો, બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા શહેરના મફતના વિસ્તાર કે જે ગંદકીના સામ્રાજયને હટાવવા પ્રશંસનીય કામને મફતના મા રહેતા સામાજીક કાર્યકર વિપુલભાઈ સોલંકીએ મફતપરા વિસ્તારની જનતા વતી સંઘવી હાઈસ્કુલના આચાર્ય્‌ વાઘભાઈ સહિત તમામ શીક્ષકોને આભાર વ્યકત કર્યો કે અમારા મફત પરૂ એક મજુર વિસ્તાર હોય નાના ભુલકાઓને ઘરે મુકી મજુરી કામ અર્થે  જવાનું હોય ત્યારે ગંદકીના માહોલમાં રોગચાળો ફાટી ન નિકળે એ બાબતે પ્રશંસનીય કામગીરીને વધાવી હતી.

Previous articleદામનગર પોલીસ સ્ટેશને શાંતિ સમિતિની બેઠક મળી
Next articleહથિયારનો ઉપયોગ તહેવારમાં નહિ કરી શકાય – પીઆઈ ડોડીયા