BSNL, BHEL, HAL જેવી સરકારી કંપનીઓ રોકડની અછત સામે ઝઝૂમી રહી છે

335

અર્થવ્યવસ્થામાં મંદીની અસર મોટી મોટી સરકારી કંપનીઓ પર પણ જોવા મળી રહી છે.સરકારી કંપનીઓમાં રોકડની અછત સર્જાઈ રહી છે.હવે સરકારી કંપનીઓ પણ ટાર્ગેટ પૂરા નહી કરનાર કર્મચારીઓના પગારમાં કાપ મુકવા માટે વિચારી રહી છે.જેમ કે બીએસએનએલ દ્વારા કર્મચારીઓને તાકીદ કરાઈ છે કે, જે કર્મચારીઓ લેન્ડલાઈન અને બ્રોડ બેન્ડ કનેક્શનના ટાર્ગેટ પૂરા નહી કરે તેમનો પગાર કાપી લેદવામાં આવશે.પગાર કાપ ટાર્ગેટ પર આધારિત રહેશે.જે કર્મચારીઓ સપ્ટેમ્બર મહિનો પૂરો થતા સુધીમાં ટાર્ગેટ એચીવ કરશે તેમને કપાયેલો પગાર પાછો અપાશે.

કોલ ઈન્ડિયાની સબસિડિયરી કંપની સાઉથ ઈસ્ટર્ન કોલફિલ્ડે પણ પોતાના વરિષ્ઠ અધિકારીઓની સેલેરીમાં ૨૫ ટકાનો કાપ મુકવાનો પ્રસ્તાવ મુક્યો છે.જોકે કંપનીના બોર્ડેહાલમાં તો આ પ્રસ્તાવ ફગાવી દીધો છે પણ એવુ મનાય છે કે, ટાર્ગેટ પુરો કરવા માટે કંપની આ પ્રકારના પ્રસ્તાવો મુકી રહી છે.

ભારત હેવી ઈલેક્ટ્રિકલ લિમિટેડે પણ રોકડની સમસ્યાને લઈને કર્મચારીઓને મળતી લીવ એન્કેશમેન્ટની સુવિધા પાછી ખેંચવાની વાત કરી છે.જોકે હજી સુધી આ મીડિયા રિપોર્ટને સમર્થન મળ્યુ નથી.હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડે પણ લીવ એન્કેશમેન્ટ આપવાનો ઈનકાર કીર દીધો છે.એચએએલ કર્મચારીઓને સેલેરી આપવામાં પણ તકલીફ અનુભવી રહી છે.

Previous articleપેટ્રોલ-ડિઝલની કિંમતોમાં લીટરદીઠ ૨૫ પૈસાની વૃદ્ધિ
Next articleકાશ્મીર પર સોનિયાનો વિરોધ એવો જેવો નેહરુએ હૈદરાબાદના વિલય સમયે કર્યો હતોઃ રામ માધવ