મહેસાણા-અમદાવાદ હાઈવે પર ગોઝારો અકસ્માતઃ  એકનું મોત, ૧૩ ઈજાગ્રસ્ત

419

મહેસાણા અમદાવાદ હાઈવે ઉપર ગોઝારો અકસ્માત થયો હતો જેમાં બે કાર સામ સામે અથડાઈ હતી એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયુ હતુ જ્યારે ૧૩ જણા ગંભીર રીતે ઘાયલ થતા તુરંત જ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મહેસાણા અમદાવાદ હાઈવે પાસે મંડાલી ગામ નજીક બે કાર અથડાઈ હતી જેમાં બંને કારમાં સવાર લોકોને ભારે ઈજાઓ પહોંચી છે. અકસ્માત એકનું મોત, ૧૩ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પૂરઝડપે આવી રહેલી બે કારની ટક્કર થઈ હતી. બે કાર અથડાતા મુસાફરો રસ્તા પર ફેંકાયા હતા. ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે પાસેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

૧૦૮ સહિતનો બચાવ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને યુધ્ધના ધોરણે ઘાયલોને સારવાર માટે સ્થાનિકો સહિના લોકો મદદે દોડી આવ્યા હતા.

Previous articleઅકબરુદ્દીન દેશદ્રોહી તેમજ ઓવૈસી ગદ્દાર છે : રાજાસિંહ
Next articleઆજે નોમ અવસરે માતાજીના સિદ્ધિદાત્રી રૂપની પૂજા-અર્ચના