ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લાના ચાંદીકાઢાર વિસ્તારમાં ભેખડ ધસી પડતા એક કાર અને બે મોટરસાયકલ ફસાઈ જતાં આઠના મોત થયા છે. અન્ય કેટલાક લોકો ઘાયલ થયા છે. વિશાળ ભેખડ કાર અને બે મોટર બાઇક ઉપર પડી હતી. આ અહેવાલને સમર્થન આપતા રૂદ્રપ્રયાગના જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું છે કે, ભેખડની ટક્કર વાગતા તેમના વાહનો સકંજામાં આવ્યા હતા જેમાં આઠના મોત થયા છે. ભેખડની ટક્કરથી ત્રણેય વાહનો ૫૦૦ મીટર ઉંડી ખીણમાં ખાબકી ગયા હતા. ત્રણ મૃતદેહ કાઢી લેવામાં આવ્યા છે. અન્યની શોધખોળ ચાલી રહી છે.



















